Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પ્રાચીન ભારતીય સ્ટીચ્ડ-શિપ ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ INSV કૌન્ડિન્યની પ્રશંસા કરી, જે પોરબંદરથી મસ્કત, ઓમાન સુધીની તેની પ્રથમ સફર શરૂ કરી રહી છે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ INSV કૌન્ડિન્યને સાકાર કરવા માટેના સમર્પિત પ્રયાસો બદલ ડિઝાઇનર્સ, કારીગરો, જહાજ નિર્માતાઓ અને ભારતીય નૌકાદળને અભિનંદન પાઠવ્યા છે કારણ કે તે પોરબંદરથી મસ્કત, ઓમાન સુધીની તેની પ્રથમ સફર શરૂ કરી રહી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે INSV કૌન્ડિન્ય પ્રાચીન ભારતીય સ્ટીચ્ડ-શિપ ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે, જે ભારતની સમૃદ્ધ દરિયાઈ પરંપરાઓને ઉજાગર કરે છે. શ્રી મોદીએ કહ્યું, “ક્રૂને સુરક્ષિત અને યાદગાર સફર માટે મારી શુભેચ્છાઓ, કારણ કે તેઓ ગલ્ફ ક્ષેત્ર અને તેથી આગળના આપણાં  ઐતિહાસિક સંબંધોને ફરીથી જીવંત કરી રહ્યા છે.”

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

એ જોવું અદ્ભુત છે કે INSV કૌન્ડિન્ય પોરબંદરથી મસ્કત, ઓમાન સુધીની તેની પ્રથમ સફર શરૂ કરી રહી છે. પ્રાચીન ભારતીય સ્ટીચ્ડ-શિપ ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ આ જહાજ ભારતની સમૃદ્ધ દરિયાઈ પરંપરાઓને ઉજાગર કરે છે. હું આ અનોખા જહાજને સાકાર કરવા માટે ડિઝાઇનર્સ, કારીગરો, જહાજ નિર્માતાઓ અને ભારતીય નૌકાદળને તેમના સમર્પિત પ્રયાસો બદલ અભિનંદન આપું છું. ક્રૂને સુરક્ષિત અને યાદગાર સફર માટે મારી શુભેચ્છાઓ, કારણ કે તેઓ ગલ્ફ ક્ષેત્ર અને તેથી આગળના અમારા ઐતિહાસિક સંબંધોને ફરીથી જીવંત કરી રહ્યા છે.”

@INSVKaundinya

SM/IJ/GP/JD