Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ફસલ બીમા યોજના માટે ઓપરેશનલ માર્ગદર્શિકાનું વિમોચન કર્યું, સિહોરમાં ખેડૂતોની વિશાળ રેલીને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ ફસલ બીમા યોજના માટે ઓપરેશનલ માર્ગદર્શિકાનું વિમોચન કર્યું, સિહોરમાં ખેડૂતોની વિશાળ રેલીને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના સિહોરમાં ખેડૂતોની એક વિશાળ રેલીમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટેની ઓપરેશનલ માર્ગદર્શિકાનું વિમોચન કર્યું હતું.

ખેડૂતો માટે આ વ્યાપક ફસલ બીમા યોજનાના લાભો જણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ મુશ્કેલીઓના સમયે ખેડૂતોની સમસ્યાઓ માટે આ યોજના એક ઉકેલ આપી શકે છે. તેમણે કહ્યું કે જૂની ફસલ બીમા યોજનાઓની મર્યાદાઓને દૂર કરવા તેમજ ફસલ બીમા અંગે ખેડૂતોમાં વિશ્વાસ જાગે તે માટે તમામ પ્રયાસો કરાયા છે. તેમણે એમ પણ જણાવ્યું કે વીમાના દાવાનો ઝડપથી નીવેડો આવે તેની ખાતરી માટે આ યોજનામાં વ્યાપક રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે ખેડૂતોને આ યોજનાનો લાભ ઉઠાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોના કલ્યાણ માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલાં અન્ય ઘણાં પગલાંઓ વિશે માહિતી આપી હતી. તેમણે શેરડીના ખેડૂતોનાં દેવાં માફ કરવા માટે ઉઠાવાયેલાં પગલાંનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે રકમ કેટલાક હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.

ડિજિટલ ઈન્ડિયા અભિયાન અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ યોજનાના મૂળમાં ખેડૂતોનું કલ્યાણ રહેલું છે. તેમણે 14મી એપ્રિલ, 2016ના રોજ બાબા સાહેબ આંબેડકરની જયંતિ પ્રસંગે ડિજિટલ પ્લેટફોર્મ – રાષ્ટ્રીય કૃષિ બજાર લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ પ્લેટફોર્મ, ખેડૂતોને તેમની ઉપજ માટે વધુ સારું મૂલ્ય અપાવવા માટે સક્ષમ હશે.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ સોઈલ હેલ્થ કાર્ડ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, જૈવિક ખેતી અને યુરિયાની પર્યાપ્ત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરાવવી વગેરે જેવા કૃષિ ક્ષેત્રમાં લેવાયેલાં અન્ય મહત્ત્વનાં પગલાંઓનો ઉલ્લેખ પણ કર્યો હતો.

શ્રી નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્રે શાનદાર પ્રદર્શન માટે મધ્યપ્રદેશના ખેડૂતો તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ સોઈલ હેલ્થ કાર્ડ (માટીની ગુણવત્તા દર્શાવતાં પત્રક) તેમજ પસંદ કરાયેલા લાભાર્થીઓને વીમાના દાવાના સમાધાન અંગેના પ્રમાણપત્ર પણ આપ્યા હતા.

UM/J.Khunt