Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ફૂટવેર ઉદ્યોગમાં ટેકનિકલ ટેક્સટાઈલ્સના સંકલન પર પ્રકાશ પાડતો લેખ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય મંત્રી શ્રી ગિરિરાજ સિંહનો એક લેખ શેર કર્યો છે, જેમાં ફૂટવેર ઉદ્યોગમાં ટેકનિકલ ટેક્સટાઈલ્સની ભૂમિકા અને તેના સંકલન પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ લેખ એક સરળ પરંતુ શક્તિશાળી સમજ રજૂ કરે છે કે ફૂટવેર ક્ષેત્રે ટેકનિકલ ટેક્સટાઈલ્સ એ માત્ર એક ઉભરતો ખ્યાલ નથી, પરંતુ તે ઉદ્યોગમાં પહેલેથી જ ઊંડે સુધી જોડાયેલ છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

આ લેખમાં, કેન્દ્રીય મંત્રી શ્રી @girirajsinghbjp એક સરળ પરંતુ શક્તિશાળી સમજ રજૂ કરે છે કે ફૂટવેરમાં ટેકનિકલ ટેક્સટાઈલ્સ એ કોઈ ઉભરતો ખ્યાલ નથી પરંતુ તે પહેલેથી જ ઉદ્યોગમાં વણાયેલો છે.

તેઓ ભારપૂર્વક જણાવે છે કે હવે પછીનું કાર્ય આ સંકલનને ઓળખવાનું, વ્યવસ્થિત કરવાનું અને તેને વિસ્તૃત કરવાનું છે, જેથી ફૂટવેર ક્ષેત્રને ટેકનિકલ ટેક્સટાઈલ્સ ઇકોસિસ્ટમમાં વધુ સ્પષ્ટ રીતે લાવી શકાય.”

SM/BS/JD