Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બસ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો પર શોક વ્યક્ત કર્યો; અકસ્માતમાં પીડિતોને રાહત માટે સહાયની જાહેરાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં બસ અકસ્માતને કારણે માર્યા ગયેલા અમરનાથ યાત્રીઓના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જમ્મુ અને કાશ્મીરમાં બસ અકસ્માતને કારણે માર્યા ગયેલા અમરનાથ યાત્રીઓના મૃત્યુ પર અતિ દુઃખ છે. મૃતકોના પરિવારોને મારું આશ્વાસન છે. હું જમ્મુ અને કાશ્મીરમાં બસ અકસ્માતમાં ઇજા પામેલા લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું.”

પ્રધાનમંત્રીએ બસ અકસ્માતમાં મૃતકોના પરિવારજનો માટે રૂ. 2 લાખની સહાય અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકો માટે રૂ. 50,000ની સહાય જાહેર કરી હતી.

AP/TR/GP