Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બાબુ જગજીવન રામને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી બાબુ જગજીવન રામને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

શ્રી મોદીએ કહ્યું કે બાબુ જગજીવન રામે પોતાનું જીવન સમાનતા અને સામાજિક ન્યાયના આદર્શો માટે સમર્પિત કર્યું હતું. તેમણે કહ્યું કે રાષ્ટ્ર હંમેશા દેશ પ્રત્યેના તેમના અમૂલ્ય યોગદાનને યાદ રાખશે.

પ્રધાનમંત્રીએ ‘X’ પર લખ્યું;

“પૂર્વ નાયબ પ્રધાનમંત્રી બાબુ જગજીવન રામને તેમની જન્મજયંતી પર મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. તેમણે સમાનતા અને સામાજિક ન્યાય માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. દેશ પ્રત્યે તેમનું અમૂલ્ય યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.”

 

SM/NK/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com