પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે પૂર્ણિયામાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી શ્રી સુશિલકુમાર મોદી અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાહત, પુનર્ગઠન અને વળતરના પગલાંઓની વિગતવાર સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારને શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી. તેમણે રૂ. 500 કરોડની તાત્કાલિક સહાયની જાહેરાત પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે, ટૂંક સમયમાં કેન્દ્ર સરકારની ટુકડી રાજ્યની મુલાકાત લેશે તથા નુકસાન અને રાહતની આકારણી કરશે. તેમણે સૂચના આપી હતી કે, વીમાકંપનીઓએ પાક વીમા સાથે સંબંધિત ખેડૂતોના દાવાઓની આકારણી કરવા પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી નિરીક્ષકો મોકલવા જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે તેમને રાહત પ્રદાન કરવી જોઈએ.
તેમણે પૂરને કારણે નુકસાન પામેલા માર્ગોના સમારકામ માટે અસરકારક પગલાં લેવા માર્ગ અને સર્ફેસ પરિવહન મંત્રાલયને સૂચના પણ આપી હતી. કેન્દ્ર સરકાર પૂરને કારણે અસર પામેલ વીજ માળખાને વહેલાસર પુનર્સ્થાપિત કરવા રાજ્ય સરકારને શક્ય તમામ સહાય પણ પ્રદાન કરશે.
જ્યારે રૂ. 2 લાખના મૂલ્યની નાણાકીય સહાય દરેક મૃતકના પરિવારને પ્રદાન કરવામાં આવશે, જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિઓને રૂ. 50,000ની સહાય પ્રદાન કરવામાં આવશે.
દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને નેપાળના પ્રધાનમંત્રી શ્રી શેરબહાદુર દેઉબા સપ્તકોસી હાઈ ડેમ પ્રોજેક્ટ અને સનકોસી સ્ટોરેજ કમ ડાઇવર્ઝન સ્કીમ પર વહેલામાં વહેલી તકે વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા સમંત થયા હતાં. વળી બંને દેશો પાણી ભરાઈ જતાં વિસ્તારોમાં સંકલન વધારવા અને પૂર નિયંત્રણ માટે પણ સંમત થયા છે. તેનાથી સંપૂર્ણ પ્રદેશમાં પૂર નિયંત્રણનાં પગલાને પ્રોત્સાહન મળશે.
TR
Bihar CM Shri @NitishKumar, Deputy CM Shri @SushilModi, other dignitaries received PM @narendramodi, who came to review the flood situation. pic.twitter.com/5G4YxAXVFx
— PMO India (@PMOIndia) August 26, 2017
PM @narendramodi, CM @NitishKumar, Dy CM @SushilModi and top officials reviewing the flood situation in Bihar at a high level meeting. pic.twitter.com/8Qcxtk0sWC
— PMO India (@PMOIndia) August 26, 2017
PM @narendramodi undertook an aerial survey to take stock of the situation arising due to the floods in Bihar. pic.twitter.com/fl6ti3IWTO
— PMO India (@PMOIndia) August 26, 2017
PM @narendramodi and Bihar CM @NitishKumar take stock of the flood situation in Bihar during the aerial survey this morning. pic.twitter.com/qvFgG72pS6
— PMO India (@PMOIndia) August 26, 2017
प्रधानमंत्री नरेन्द्र मोदी ने आज बिहार के बाढ़ प्रभावित क्षेत्रों का हवाई सर्वेक्षण किया।
— PMO India (@PMOIndia) August 26, 2017
समीक्षा के पश्चात प्रधानमंत्री ने राज्य को हर संभव सहायता देने का आश्वासन दिया | उन्होंने 500 करोड़ रुपए की तुरंत सहायता की भी घोषणा की।
— PMO India (@PMOIndia) August 26, 2017
प्रधानमंत्री ने नुकसान के आकलन के लिए तुरंत ही एक central team भेजने का भी आश्वासन दिया है।
— PMO India (@PMOIndia) August 26, 2017
बाढ़ से प्रभावित सड़कों की मरम्मत के लिए सड़क एवं परिवहन मंत्रालय को उपयुक्त कार्रवाई करने का भी निर्देश दिया गया है।
— PMO India (@PMOIndia) August 26, 2017
बाढ़ से प्रभावित विद्युत् इंफ्रास्ट्रक्चर की शीघ्र बहाली के लिए भी केन्द्र, राज्य सरकार की हर संभव मदद करेगा |
— PMO India (@PMOIndia) August 26, 2017
प्रधान मंत्री राहत कोष से प्रत्येक मृतक के परिवार को 2 लाख रुपए एवं गंभीर रूप से घायल व्यक्ति को 50 हजार रुपए की दर से सहायता दी जाएगी।
— PMO India (@PMOIndia) August 26, 2017