Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બિહારમાં રેલ પુલ પરિયોજનાઓની તકતીઓનું અનાવરણ કર્યું.

પ્રધાનમંત્રીએ બિહારમાં રેલ પુલ પરિયોજનાઓની તકતીઓનું અનાવરણ કર્યું.


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (12-3-2016) પટનામાં નવનિર્મિત રેલ તેમજ સડક પુલનો રેલ ભાગ રાષ્ટ્રને સમર્પિત કર્યો. આ કાર્યક્રમ હાજીપુરમાં આયોજિત કરાયો હતો. પ્રધાનમંત્રીએ મુંગેરમાં નવનિર્મિત રેલ તેમજ સડક પુલ પર માલગાડિઓના પરિચાલનની શરૂઆત અને મોકામામાં રાજેન્દ્ર પુલની પાસે વધારાના પુલની આધારશિલાની તક્તિનું પણ અનાવરણ કર્યું

આ અવસર પર વિશાળ જનસમૂહને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે નવા સમર્પિત પુલથી પરિવહનમાં સુધાર થશે, જેથી આ ક્ષેત્રના લોકોની આર્થિક સ્થિતિમાં પણ બદલાવ આવશે. તેમણે યાદ અપાવ્યું કે શ્રી અટલ બિહારી વાજપેયી જ્યારે પ્રધાનમંત્રી હતા અને બિહારના વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમાર જ્યારે રેલ મંત્રી હતા ત્યારે આ પરિયોજનાની આધારશિલા રખાઈ હતી.

પ્રધાનમંત્રીએ ભાર આપતા કહ્યું કે આખા દેશમાં સ્થાયી વિકાસ માટે ભારતના પૂર્વોત્તર રાજ્યોનો વિકાસ ખૂબ જરૂરી હતો. ભારતના વિકાસનું પ્રમુખ કેન્દ્ર પૂર્વી ભારતમાં સ્થિત છે. તેમણે કહ્યું જો ભારતનો વિકાસ કરવો હોય તો બિહારનો વિકાસ કરવો પડશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે બુનિયાદી માળખામાં ખાસ કરીને માર્ગો અને રેલવે જ વિકાસના બીજ સમાન છે, જેનાથી પ્રગતિને ગતિ પ્રાપ્ત થાય છે. પ્રધાનમંત્રીએ રેલવેના સંપૂર્ણ આધુનિકીકરણની જરૂરીયાત પર ભાર આપ્યો.

J.Khunt/GP