પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 ઓગષ્ટ, 2015ના રોજ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રામીણ બુનિયાદી માળખા અને સંપર્ક ક્ષેત્રોની પ્રગતિની સમીક્ષા કરી હતી.
પ્રધાનમંત્રીએ અધિકારીઓ પાસે દેશના એ દરેક ગામડાંમાં જ્યાં વિજળી નથી, તેમાં 1000 દિવસની અંદર વિજળી ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓની વિસ્તૃત જાણકારી માંગી હતી, જેમ તેમણે સ્વતંત્રતા દિવસના પોતાના સંબોધનમાં કહ્યું હતું. તેમણે સંબંધિત વિભાગને વાસ્તવિક સમય-સીમાના આધારે આ લક્ષ્યને હાંસલ કરવાની પ્રગતિની દેખરખ રાખવાનો નિર્દેશ આપ્યો છે.
પ્રધાનમંત્રીને દેશભરમાં મોબાઈલ કનેક્ટીવીટીની સ્થિતિના વિષયમાં જાણકારી આપવામાં આવી હતી. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો કે તેઓ દૂરના ક્ષેત્રોમાં મોબાઈલ કનેક્ટીવીટી પ્રદાન કરવા માટે રેલવે અને અન્ય કોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત હાલના સંસાધનોનો લાભ લેવાની સંભાવનાઓની તપાસ કરે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું લક્ષ્ય ડિજિટલ ઈન્ડિયા પહેલના લક્ષ્યની સાથે જ હાંસલ થવું જોઈએ.
પ્રધાનમંત્રીએ સામાન્ય લોકોને પ્રભાવિત કરનારી ‘કોલ ડ્રોપ્સ’ની સમસ્યા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી અને અધિકારીઓને પૂછ્યું કે તેના સમાધાન માટે શું પગલાં લેવાયા છે. તેમણે નિર્દેશ આપ્યો કે આ સમસ્યાના સમાધાન માટે ત્વરીત પગલાં ભરવામાં આવે અને એ પણ સુનિશ્ચિત કરવામાં આવે કે ભવિષ્યમાં વોઈસ કનેક્ટીવીટીની સમસ્યા ડેટા કનેક્ટીવીટી સુધી ન પહોંચે.
પ્રધાનમંત્રીએ સૌર ઉર્જા સંબંધિત પરિયોજનાઓ, વિશેષ રૂપથી રેલવે સ્ટેશનો અને એરપોર્ટના સંબંધમાં પ્રગતિની સમીક્ષા કરી. તેમણે નિર્દેશ આપ્યો કે રેલવે વિશ્વવિદ્યાલય સ્થાપિત કરવાનું કાર્ય ઝડપથી કરવામાં આવે. તેમણે નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ સાથે સડક સંપર્કને પ્રાથમિકતા આપવાનો આગ્રહ પણ કર્યો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે બુનિયાદી માળખું તૈયાર કરવા માટે પર્યાપ્ત રકમ ફાળવવામાં આવી છે અને હવે સંબંધિત મંત્રાલયોની એ જવાબદારી છે કે તેઓ સુનિશ્ચિત કરે કે આ રકમથી યોગ્ય પરિણામ સામે આવે.
આ બેઠકમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ શ્રી અરવિંદ પનગઢીયા ઉપસ્થિત હતા. પ્રધાનમંત્રી કાર્યાલય, નીતિ આયોગ અને સંબંધિત મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.
UM/AP/J.Khunt/GP
Reviewed progress of digital infrastructure, rural infrastructure & connectivity sectors at a high level meeting. http://t.co/hfeRfnAU2N
— Narendra Modi (@narendramodi) August 25, 2015