પીએમઇન્ડિયા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે “બ્રિજિટલ નેશન” નામનાં પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું અને એની પ્રથમ નકલ શ્રી રતન ટાટાને અર્પણ કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમ આજે 7, લોક કલ્યાણ માર્ગ, નવી દિલ્હીમાં યોજાયો હતો. આ પુસ્તક શ્રી એન ચંદ્રશેખરન અને શ્રીમતી રુપા પુરુષોત્તમે લખ્યું છે.
ટેકનોલોજી: ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ હાંસલ કરવા માટે સેતુ રૂપ
અહીં ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ વિઝનરી બુક લખવા બદલ લેખકોની પ્રશંસા કરી હતી, જેમાં સકારાત્મકતા અને આશાવાદ છે તથા ટેકનોલોજીનાં મહત્ત્વ વિશે ઊંડી જાણકારી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પુસ્તક એવા સમયે પ્રકાશિત થયું છે, જ્યારે ટેકનોલોજી લાખો ભારતીયોનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહી છે.
પ્રધાનમંત્રીએ એ સમજણ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો કે, ટેકનોલોજી સેતુરૂપ છે, નહીં કે વિભાજનકારક. તેમણે ઉમેર્યું હતું કે, ટેકનોલોજી આકાંક્ષા અને સફળતા, માગ અને પુરવઠો, સરકાર અને શાસન વચ્ચે સેતુનું નિર્માણ કરે છે, જેથી ‘સૌનો સાથ, સૌનો વિકાસ હાંસલ’ થાય. તેમણે જણાવ્યું હતું કે, ઝડપથી વિકસતાં આંકાક્ષી ભારત માટે સકારાત્મકતા, રચનાત્મકતા અને વિધેયાત્મક માનસિકતા આવશ્યકતા છે. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને માનવીય ઇરાદાઓ વચ્ચે સેતરૂપ બનવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ટેકનોલોજી દ્વારા સુશાસનઃ છેલ્લાં પાંચ વર્ષની સફર
પ્રધાનમંત્રીએ રિફોર્મ, ટ્રાન્સફોર્મ અને પર્ફોર્મ (સુધારા, પરિવર્તન અને કામગીરી) કરવા માટે સરકારી યોજનાનાં મુખ્ય ઘટક તરીકે ટેકનોલોજીએ કેવી રીતે કામ કર્યું છે એ વિશે જાણકારી આપી હતી. તેમણે ઉજ્જવલા યોજનામાં ડેટા ઇન્ટેલિજન્સ, ડિજિટલ મેપિંગ અને રિયલ ટાઇમ મોનિટરિંગનાં ઉપયોગનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી લાખો મહિલાઓનાં જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. તેમણે એ વિશે પણ વાત કરી હતી કે, ટેકનોલોજીએ જન ધન યોજના અને આયુષ્માન ભારત જેવી યોજનાઓ દ્વારા લોકોને સક્ષમ બનાવવામાં કેવી રીતે મદદ કરી છે.
પ્રધાનમંત્રીએ એ રૂપરેખા પણ રજૂ કરી હતી કે, સરકારે સરકારી વિભાગોમાં પરંપરાને તોડવામાં ટેકનોલોજી ઉપયોગી થઈ છે અને આ જ ટેકનોલોજીએ ગવર્મેન્ટ ઇ-માર્કેટ પ્લેસ (જીઇએમ) જેવા ઇનોવેટિવ વિચાર દ્વારા પુરવઠા અને માગની વ્યવસ્થા વચ્ચે સેતુ ઊભો કર્યો છે. તેમણે સમજાવ્યું હતું કે, ટેકનોલોજી કેવી રીતે દેશમાં મજબૂત સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ ઊભી કરવામાં ઉપયોગી થઈ હતી, ખાસ કરીને ટિઅર-2 અને ટિઅર-3 શહેરોમાં, જેનાથી સ્ટાર્ટઅપ્સની સંપૂર્ણપણે નવી ઇકોસિસ્ટમ વિકસાવવામાં મદદ મળી હતી.
ટેકનોલોજીનાં પડકારોને તકોમાં પરિવર્તિત કરવાની જરૂરિયાત પર વાત કરતાં પ્રધાનમંત્રીએ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનાં સર્જનનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ટેકનોલોજીએ સંપૂર્ણ પોસ્ટલ સંસ્થામાં પરિવર્તન લાવી દીધું છે અને એને ટેકનોલોજીથી સંચાલિત બેંકિંગ સિસ્ટમ બનાવી દીધી છે, જેથી પોસ્ટલ બેંક દ્વારા લાખો લોકોને ફાયદો થયો છે, જેનાં પરિણામે ‘પોસ્ટમેન’ હવે ‘બેંક બાબુ’ બની ગયા છે.
રાજદૂતો, સરકારી અધિકારીઓ અને મીડિયાની હસ્તાઓની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં વિવિધ દેશોનાં રાજદૂતો અને ઉચ્ચ અધિકારીઓ સહભાગી થયા હતાં, જેમાં અમેરિકા, ગ્રેટ બ્રિટન અને પીપલ્સ રિપબ્લિક ચીનનાં રાજદૂતો સામેલ છે. વળી ભારત સરકારનાં કેટલાંક મંત્રાલયોનાં સચિવો, સીઆઇઆઈ, એફઆઇસીસીઆઈ અને નાસ્કોમ સહિત વિવિધ ઔદ્યોગિક સંગઠનોનાં પ્રતિનિધિઓ, રજત શર્મા, નવિકા કુમાર, રાજકમલ ઝા, સુધીર ચૌધરી, સ્મિતા પ્રકાશ જેવી મીડિયા જગતની હસ્તીઓ તથા ટાટા ગ્રૂપનાં સભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
પુસ્તક વિશે
પુસ્તક ભવિષ્યનું શક્તિશાળી વિઝન પ્રસ્તુત કરે છે, જેમાં ટેકનોલોજી અને મનુષ્ય પારસ્પરિક લાભદાયક ઇકોસિસ્ટમમાં સહ-અસ્તિત્વ ધરાવે છે. એમાં દલીલ કરવામાં આવી છે કે, માનવીય શ્રમને સ્થાને ટેકનોલોજીનો સ્વીકાર કરવાને બદલે ભારત એનો રોજગારીનું વધારે સર્જન કરવામાં મદદરૂપ થાય એ રીતે ઉપયોગ કરી શકે છે. અત્યાધુનિક ડિજિટલ ઉપકરણો આકાંક્ષા અને સફળતાઓ વચ્ચે સેતુરૂપ બનીને કામ કરી શકે છે એટલે એનાં માટે ‘બ્રિજિટલ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
DS/RP
Released the book, ‘Bridgital Nation: Solving Technology’s People Problem’ written by N. Chandrasekaran and Roopa Purushothaman. This book adds great value to the discourse around application of technology and human interface. pic.twitter.com/RzFWJV5bgc
— Narendra Modi (@narendramodi) October 20, 2019
Bridgital Nation का विमोचन : PM @narendramodi का संबोधन- देश की Social और Entrepreneurial Leadership को हमेशा प्रेरित और ऊर्जावान करने वाले रतन टाटा जी, उनके साथ चर्चा करना हमेशा एक नया अनुभव देता है। इन पर देश की सबसे बड़ी संस्थाओं में से एक को लीडरशिप देने की जिम्मेदारी है।
— PMO India (@PMOIndia) October 20, 2019
इतनी बड़ी जिम्मेदारी के बावजूद, Smile और Stress Free, ये कैसे रहते हैं, मुझे लगता है, आने वाले समय में इस पर भी एक किताब चंद्रशेखरन जी को लिखनी चाहिए।: PM
— PMO India (@PMOIndia) October 20, 2019
Smile और Stress free Mind से क्या होता है, उसका परिणाम Bridgital Nation के रूप में हमारे सामने है-Positivity, Creativity और Constructive Mindset से देश की समस्याओं के समाधान के लिए सोच निकल सकती है, उसका ये परिणाम है।: PM
— PMO India (@PMOIndia) October 20, 2019
यही Positivity, यही Optimism, अपने Talent और Resources पर यही विश्वास नए भारत की सोच है।: PM
— PMO India (@PMOIndia) October 20, 2019
मुझे विश्वास है कि ये किताब Aspirational India को तो Inspire करेगी ही, समाज के कुछ Professional Pessimists को भी नई अप्रोच और नए Outlook के लिए प्रोत्साहित करेगी।: PM
— PMO India (@PMOIndia) October 20, 2019
ये किताब ऐसे समय में आई है, जब Technology को Demonize करने की एक बहुत बड़ी कोशिश हो रही है।
— PMO India (@PMOIndia) October 20, 2019
डर का एक माहौल खड़ा करने का प्रयास हो रहा है।: PM
विशेषतौर पर भारत के Context में Technology को हमारे Demographic Dividend के लिए चुनौती के रूप में पेश करने की कोशिश हो रही है।: PM
— PMO India (@PMOIndia) October 20, 2019
इस किताब में सरकार के उस विजन को और मजबूत किया है, जिसके मुताबिक Technology जोड़ने का काम करती है, तोड़ने का नहीं।
— PMO India (@PMOIndia) October 20, 2019
Technology एक Bridge है, Divider नहीं।: PM
Technology और Talent, Force Multiplier हैं, Threat नहीं।
— PMO India (@PMOIndia) October 20, 2019
Technology, Aspiration और Achievements के बीच का Bridge है।: PM
इस किताब में बेहतरीन तरीके से बताया गया है कि Artificial Intelligence, Machine learning, Robotics जैसी आधुनिक टेक्नॉलॉजी कैसे Development के Tool के रूप में, Aid के रूप में मदद करने वाली है।: PM
— PMO India (@PMOIndia) October 20, 2019
कमेटी के बजाय हमने टेक्नॉलॉजी वाली अप्रोच पर भरोसा किया।
— PMO India (@PMOIndia) October 20, 2019
Data Intelligence की मदद से पहले हमने 17 हज़ार मौजूदा LPG डिस्ट्रिब्यूशन सेंटर्स को लोकेट किया और फिर 10 हज़ार नए सेंटर्स बहुत कम समय में तैयार किए।: PM
हमने देश के हर गांव को डिजिटली मैप किया । इस डेटा को दूसरे data points, जैसे सेल रिपोर्ट, LPG penetration, Population, socio-economic conditions, सबको Analyse किया गया।: PM
— PMO India (@PMOIndia) October 20, 2019
डैशबोर्ड पर एप्लीकेशन और डिस्ट्रीब्यूशन की रियल टाइम मॉनीटरिंग के दौरान पता चला कि बहुत सी महिलाओं की एप्लीकेशन रिजेक्ट हो रही है।
— PMO India (@PMOIndia) October 20, 2019
क्योंकि इनके पास बैंक अकाउंट नहीं था।: PM
आज स्थिति ये है कि गरीबों में Behavioral Change भी आया है, मेडिकल सेवाओं की डिमांड भी बढ़ी है, गरीबों का इलाज भी हो रहा है और अस्पतालों को सरकार से पैसा भी मिल रहा है।: PM
— PMO India (@PMOIndia) October 20, 2019
आज Self Certification देश में Norm बन रहा है।अब हम Self Assessment, Self Declaration और Faceless tax assessment जैसे सिस्टम की तरफ बढ़ रहे हैं।: PM
— PMO India (@PMOIndia) October 20, 2019
यहां आने वाले Silos को दूर करने के लिए भी हम टेक्नॉलॉजी का व्यापक इस्तेमाल कर रहे हैं।Public Procurement के लिए Govt. eMarketplace यानि GeM के बारे में आप जानते ही हैं।
— PMO India (@PMOIndia) October 20, 2019
ये सरकार की डिमांड और MSME के Supply Ecosystem के बीच Bridge बना है।: PM
इन सभी बातों के बीच ये भी सही है कि, सिर्फ टेक्नॉलॉजी समाधान नहीं होती, Human Intention और Right Intention, बहुत ज़रूरी है।यही बात Artificial Intelligence पर भी लागू होती है।: PM
— PMO India (@PMOIndia) October 20, 2019
डिबेट ये नहीं होना चाहिए कि Artificial Intelligence से खतरा क्या है?
— PMO India (@PMOIndia) October 20, 2019
रोबोट इंसान से Smart कबतक होगा?
बल्कि डिबेट ये होना चाहिए कि, Artificial Intelligence और Human Intentions के बीच हम ब्रिज कैसे बनाएं?: PM
अपनी Skills को नई Demand के अनुसार Upgrade कैसे करें?
— PMO India (@PMOIndia) October 20, 2019
Let A.I. be just another Aid, which is a little more sophisticated! PM