Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભાઈ ગંગા સિંહ સભા ગુરુદ્વારા, તહેરાનમાં પ્રાર્થના કરી અને લોકોને સંબોધિત કર્યા

પ્રધાનમંત્રીએ ભાઈ ગંગા સિંહ સભા ગુરુદ્વારા, તહેરાનમાં પ્રાર્થના કરી અને લોકોને સંબોધિત કર્યા

પ્રધાનમંત્રીએ ભાઈ ગંગા સિંહ સભા ગુરુદ્વારા, તહેરાનમાં પ્રાર્થના કરી અને લોકોને સંબોધિત કર્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાંજે તહેરાન પહોંચ્યા બાદ તરત જ સાંજે ભાઈ ગંગા સિંહ સભા ગુરૂદ્વારામાં ગુરુ ગ્રંથ સાહિબની સામે માથુ ટેક્યુ. તેમને આ અવસર પર ગુરુદ્વારા વ્યવસ્થા સમિતિ તરફથી સરોપા અને તલવાર ભેટ અપાઈ. ગુરૂદ્વારામાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ નવી પેઢી માટે ભારતીય પરંપરા અને સમૃદ્ધ વિરાસતને બચાવી રાખવા માટે શિખ સમુદાયની પ્રસંશા કરી. તેમણે કહ્યું કે ભારતીય વસુધૈવ કુટુંબકમમાં વિશ્વાસ રાખે છે. – આખું વિશ્વ જ અમારો પરિવાર છે, અને એટલે જ સૌની સાથે સરળતાથી હળીમળી જાય છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ગુરુ ગોવિંદ સિંહની 350મી જયંતિ ભારત અને દુનિયાના દરેક ભાગમાં ઉજવાશે. તેમણે કહ્યું કે આના દ્વારા યુવા પેઢીને મોટા પાયા પર આપણા ગુરુઓની શહીદી અને ગુરુ ગ્રંથ સાહિબની બાબતમાં જાણકારી આપવાની સાથોસાથ જાગૃત કરાશે.

J.Khunt/GP