Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતીય કટાર લેખક, વ્યંગકાર અને નાટ્યલેખક શ્રી તારક મહેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય કટાર લેખક, વ્યંગકાર અને નાટ્યલેખક શ્રી તારક મહેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સુપ્રસિધ્ધ નાટ્યકાર અને હાસ્ય લેખક તારક મહેતાજીને શ્રધ્ધાંજલિ. તેમણે જીવનભર વ્યંગ અને કલમનો સાથ ન છોડ્યો.

મને તારક મહેતાજીને અનેક વખત મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે પણ તેમને મળવાનો અવસર પ્રાપ્ત થયો.

તારક મહેતાજીના લેખનમાં ભારતની વિવિધતામાં એકતાની ઝલક દેખાય છે. ટપ્પુ સહિતના અનેક પાત્રો લોકોના दिદિલમાં વસી ગયા છે.”

AP/JKhunt/TR/GP