પીએમઇન્ડિયા
ભારતીય રાજસ્વ સેવાના 167 પ્રશિક્ષુ અધિકારીઓએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
ભારતીય રાજસ્વ સેવાના પ્રશિક્ષુ અધિકારીઓ સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ તેમને ભારતની જનતાનો વિશ્વાસ જીતવાનું આહ્વાન કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે આવું તેવો પોતાના કાર્ય દ્વારા કરી શકે છે. શ્રી મોદીએ કહ્યું કે દેશના મોટા ભાગના લોકો કાયદાનું પાલન કરે છે અને તે દેશહિતમાં કાયદાના પાલનની ઈચ્છા પણ રાખે છે. તેમણે કહ્યું કે ઈમાનદારીથી ટેક્સ ચૂકવવાવાળાને પરેશાન ન કરવા જોઈએ. જો કે સરકારની રાજસ્વ નીતિ પર અધિકારીગણ અમલ કરીને પોતાના કર્તવ્યનું પાલન કરે છે.
તેમણે કહ્યું કે અધિકારીઓએએ સુનિશ્ચિત કરવું જોઈએ કે સરકારની બધી જનોન્મુખી પહેલોનો લાભ પ્રાથમિકતાના આધાર પર જનતા સુધી પહોંચે.
યુવા પ્રશિક્ષુ અધિકારીઓના સવાલોના જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે અધિકારીઓએ અનુભવવું જોઈએ કે આ દેશનો દરેક નાગરિક તેમના પરિવારનો ભાગ છે. તેમણે કહ્યું કે કદાચ જો એવી ભાવના રહેશે તો અધિકારીગણ જોશ અને ઉત્સાહની સાથે પોતાનું કાર્ય કરશે તથા તેઓ થાકથી દૂર રહેશે.
45 મિનિટના પોતાના સંબોધન દરમિયાન પ્રધાનમંત્રીએ પોતાના જીવન અને પોતાના રાજનૈતિક અનુભવોના કેટલાક ઉદાહરણો પણ જણાવ્યા. તેમણે કહ્યું કે લોક સેવકો માટે એ જરૂરી છે કે તેઓ સંવેદનશીલતા અને માનવીય મૂલ્યોના મહત્વને સમજે.
J.Khunt/GP
A lively interaction with young IRS officers. Emphasised on upholding people's trust in course of their duty. https://t.co/zJfHk7CTVX
— Narendra Modi (@narendramodi) March 10, 2016