Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતીય વાયુદળનાં માર્શલ અર્જન સિંહનાં ખબરઅંતર પૂછવા હોસ્પિટલની મુલાકાત લીધી; તેમની તબિયતમાં ઝડપથી સુધારા માટે પ્રાર્થના કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય વાયુદળનાં માર્શલ અર્જન સિંહનાં ખબરઅંતર પૂછવા આર&આર હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અર્જન સિંહ ગંભીર રીતે બિમાર છે. પ્રધાનમંત્રી તેમનાં પરિવારનાં સભ્યોને પણ મળ્યાં હતાં અને અર્જન સિંહની તબિયત ઝડપથી સુધરે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું હતું કે, “ભારતીય વાયુદળનાં માર્શલ અર્જન સિંહ ગંભીર રીતે બિમાર છે. તેમનાં ખબરઅંતર પૂછવા આર&આર હોસ્પિટલની મુલાકાત લીધી. હું તેમનાં પરિવારજનોને પણ મળ્યો હતો. આપણે ભારતીય વાયુદળનાં માર્શલ અર્જન સિંહની તબિયત ઝડપથી સુધરે એવી પ્રાર્થના કરીએ છીએ. ડૉક્ટર્સ તેમની સ્થિતિ સુધારવા શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યાં છે.”

J.Khunt