Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારત ઇટાલી ટેકનોલોજી સમિટને સંબોધન કર્યુ

પ્રધાનમંત્રીએ ભારત ઇટાલી ટેકનોલોજી સમિટને સંબોધન કર્યુ


 

પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે ભારતઇટાલી ટેકનોલોજી સમિટને સંબોધન કર્યુ હતુ. આ પ્રસંગે ઇટાલીના પ્રધાનમંત્રી શ્રી જુસૈપ્પે કોન્તે પણ ઉપસ્થિત રહ્યા હતા.

સંબોધન દરમિયાન પ્રધાનમંત્રીએ ભારતઇટાલી ઔદ્યોગિક સંશોધન અને વિકાસ સહયોગ કાર્યક્રમના અગામી તબક્કાના શુભારંભની જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યુ હતુ કે આ કાર્યક્રમ આપણા ઉદ્યોગો અને સંશોધન સંસ્થાઓને નવા ઉત્પાદનો વિકસાવવા માટે સક્ષમ બનાવશે.

ટેકનોલોજીના મહત્વ વિષે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતે ટેકનોલોજીને સામાજિક ન્યાય, સશક્તિકરણ, સમાવેશીતા અને પારદર્શકતા પ્રાપ્ત કરવા માટેનું માધ્યમ બનાવી દીધી છે, સરકાર સેવાઓને અંતિમ તબક્કાના લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવાની ખાતરી કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકાર નાગરિકોમાં વૈજ્ઞાનિક માનસિકતાની સાથેસાથે ટેકનોલોજીકલ માનસિકતા વિકસાવવા પર પણ ભાર મૂકી રહી છે. આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ અટલ ઇનોવેશન મિશન, ઉમંગ એપ અને સમગ્ર દેશમાં પથરાયેલા ત્રણ લાખ કોમન સર્વિસ સેન્ટરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ ટેકનોલોજીકલ ઉપાયોએ, એ બાબતની બાહેંધરી આપી છે કે સરકાર નાગરિકોના ઘર આંગણે પહોંચી ગઈ છે.

ભારતીય અવકાશ કાર્યક્રમને ભારપૂર્વક દર્શાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તે ગુણવત્તા સાથેના નવીનીકરણનું ઉદાહરણ છે. તેમણે ઉમેર્યું કે ભારત હવે ઇટાલી સહિતના અન્ય ઘણા દેશોના અવકાશી ઉપગ્રહો મોકલવા માટે સક્ષમ છે અને તે સસ્તા દરે નવિનીકૃત ઉપાયોનું નિર્માણ કરવા માટેની ભારતની ક્ષમતા દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ જીવનશૈલી સહાયક ઉપકરણ ડિઝાઈન (Lifestyle Accessories Designએલએડી)ના ક્ષેત્રમાં ભારત અને ઇટાલી વચ્ચે વધેલા સહયોગ અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે ચામડા ક્ષેત્ર અને વાહનવ્યવહાર તથા ઓટોમોબાઇલ ડિઝાઇન (ટીએડી) પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

 

RP