Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભુવનેશ્વરમાં નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ રાષ્ટ્રને સમર્પિત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભુવનેશ્વર ખાતે નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ રાષ્ટ્રને સમર્પિત કરી છે.

આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે દરેક સમાજ અને દરેક યુગ માટે નવિનીકરણ સમયની માંગ છે. આ સંદર્ભે તેમણે ભારતના અંતરિક્ષ કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો, જે માત્ર એક નાનકડા પાયે શરૂ કરાયો હતો અને અત્યારે સમગ્ર વિશ્વ તેની નોંધ લઈ રહ્યું છે. તેમણે યુવાન વૈજ્ઞાનિકોને આવી જ રીતે પોતાના કામ દ્વારા સિદ્ધિઓ હાંસલ કરવા અને લોકોની સેવા કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક પ્રકૃતિ કેળવવી મહત્ત્વપૂર્ણ છે.

પ્રધાનમંત્રીએ એવી આશા વ્યક્ત કરી હતી કે વૈજ્ઞાનિક સંસ્થાનો વચ્ચે નવિનીકરણનો માહોલ વિકાસ પામશે. ઓડિશા સ્થિત એનઆઈએસઈઆર સંદર્ભે તેમણે કોલસાના ગેસીફિકેશન અને સ્વચ્છ ઉર્જા, બ્લુ ઈકોનોમી અને વર્ષ 2022 સુધીમાં તમામને રહેઠાણ જેવા ક્ષેત્રોમાં નવિનીકરણની શક્યતાઓનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રી શ્રીએ એનઆઈએસઈઆરના વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો કે તેઓ એનઆઈએસઈઆરને ભારતનું સૌથી વધુ હરિયાળું કેમ્પસ, ઉત્સર્જન વિહીન, સ્ત્રાવમુક્ત કેમ્પસ બનાવે, જે માત્ર રીન્યુએબલ – નવિનીકરણીય ઉર્જા જ વાપરતું હોય.

AP/J.Khunt