Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભૂકંપને કારણે થયેલા નુકસાન માટે અફઘાનિસ્તાનના પ્રમુખને દિલસોજી પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનના પ્રમુખ મોહમ્મદ અશરફ ઘાની સાથે વાત કરી હતી અને ભૂકંપને કારણે થયેલા નુકસાન બદલ દિલસોજી પાઠવતા સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે “ મેં હમણાં જ અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ઘાની સાથે વાત કરીને ભૂકંપની ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો તેમજ ભૂકંપને કારણે થયેલા નુકસાન બાબતે દિલસોજી પાઠવી હતી. પ્રમુખ અશરફ ઘાનીએ નુકસાનનાં પ્રાથમિક તારણો મને જણાવ્યાં હતાં. મેં તેમને શક્ય તમામ સહાય આપવાની તૈયારી દર્શાવી હતી.”

“પ્રમુખ અશરફ ઘાનીએ મને જણાવ્યું કે ભૂકંપમાં શાળાનું મકાન તૂટી પડ્યું અને બાળકોએ જાન ગુમાવ્યા. મને આ હકીકત જાણી ઘણું દુઃખ થયું. “

“જ્યારે પ્રમુખ અશરફ ઘાની મને શાળાની દુર્ઘટના અંગે વાત કરી રહ્યા હતા, ત્યારે મારું મન વર્ષ 2001માં કચ્છમાં અંજાર ખાતે થયેલી આવી જ કરુણ ઘટના યાદ આવી ગઈ અને ઘણું દુઃખ થયું.”

AP/GP