Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સાથે ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં દુષ્કાળ અને પાણીની તંગી સાથે જોડાયેલ પરિસ્થિતિની સમીક્ષા કરી

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સાથે ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં દુષ્કાળ અને પાણીની તંગી સાથે જોડાયેલ પરિસ્થિતિની સમીક્ષા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (10-5-2016) મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં દુષ્કાળ અને પાણીની તંગીથી ઉત્પન્ન થયેલ પરિસ્થિતિ પર એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ ઉપસ્થિત હતા. ભારત સરકાર અને મધ્યપ્રદેશના વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત હતા.

બેઠક દરમિયાન વિચાર-વિમર્શની શરૂઆત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ દુષ્કાળથી પ્રભાવિત અલગ – અલગ રાજ્યોના મુખ્યમંત્રીની સાથે બેઠક કરી રહ્યા છે જેથી દરેકની ખાસ જરૂરિયાતોનો અંદાજ લગાવી શકાય અને તાત્કાલિક અને લાંબાગાળાના પગલા લેવા પર ધ્યાન કેન્દ્રીત કરી શકાય.

મધ્યપ્રદેશની બાકીની રકમના સમાયોજન પછી રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા ફંડ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એનડીઆરએફ) અંતર્ગત 1875.80 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. આ રકમ રાજ્યને 2015-16 માટે રાજ્ય આપત્તિ પ્રતિક્રિયા ફંડ (સ્ટેટ ડિઝાસ્ટર રેસન્પોન્સ ફંડ – એસડીઆરએફ)માં કેન્દ્રના ભાગ અંતર્ગત ફાળવેલ 657.75 કરોડ રૂપિયા ઉપરાંતના છે. વર્ષ 2016-17 દરમિયાન એસડીઆરએફનો પહેલો હપ્તો ખાસ કરીને 345.375 કરોડ રૂપિયાની ફાળવણી થઈ ચૂકી છે.

મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે બધા દુષ્કાળ પ્રભાવિત રાજ્યોની સાથે બેઠક કરવા માટે પ્રધાનમંત્રીને ધન્યવાદ આપ્યા. તેમણે મધ્યપ્રદેશ સરકાર તરફથી દુષ્કાળ રાહત માટે ઉઠાવેલા પગલાની બાબતમાં પ્રધાનમંત્રીને જાણકારી આપી. તેમણે કહ્યું કે રાજ્યએ 61 લાખ ખેડૂતોને રાહત ફંડ તરીકે 4664 કરોડ રૂપિયા આપ્યા છે. મધ્યપ્રદેશમાં વિતરણ કરાયેલી અત્યાર સુધીની સૌથી મોટી ફાળવણી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે પાછલા દસ વર્ષ દરમિયાન ઉઠાવેલા પગલાના લીધે રાજ્ય દુષ્કાળની સ્થિતિનો સામનો કરવા માટે તુલનાત્મક રીતે બહેતર સ્થિતિમાં છે. રાજ્ય સરકારે જે પગલાં ઉઠાવ્યા છે તેમાં જળ ભંડારણ માટે જળાશય અને અન્ય માળખું ઉભું કરવાનો સમાવેશ છે. તેમણે કહ્યું કે સતત બીજા વર્ષે દુષ્કાળની સ્થિતિની ઉપરાંત રાજ્યમાં માત્ર 113 ગામો સુધી જ પાણી પહોંચાડવું પડ્યું. પરંતુ આ વર્ષે જૂન અંત સુધી પણ વરસાદ નહી થાય તો રાજ્યના 50000 ગામોમાંથી માત્ર 400 ગામો સુધી જ પાણી પહોંચાડવું પડશે. મુખ્યમંત્રીએ કહ્યું કે મધ્યપ્રદેશ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને લાગુ કરવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યા છે.

મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને લાગુ કરવાની તૈયારીઓનો ઢાંચો પણ પ્રધાનમંત્રી સમક્ષ રજૂ કર્યો.

પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ નાની સિંચાઈ યોજના સહિત ખેતીને પ્રોત્સાહન આપવા માટે ઉઠાવેલા પગલા પર વિચાર-વિમર્શ કર્યો. તેમણે ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રવાહી ખાતર અને અવકાશ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સાથે કૃષિ તળાવો બનાવવા જેવા પગલાની પણ ચર્ચા કરી.

પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ જળ સંરક્ષણ અને ભંડારણ સાથે જોડાયેલ ચેતનાના પ્રસાર અને આ ગતિવિધિઓમાં એનસીસી, એનએસએસ, એનવાઈકેએસ અને સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ જેવા યુવા સંગઠનોને લગાવવાની પણ ચર્ચા કરી. તેમણે વૃક્ષારોપણ માટે ઝડપી પ્રયાસ કરવા અને નર્મદા નદીના જળગ્રહણ ક્ષેત્રમાં વૃક્ષ સંરક્ષણના પગલાની પણ ચર્ચા કરી.

બેઠક કેન્દ્ર અને રાજ્યની સાથે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા દર્શાવવાની સાથે પૂર્ણ થઈ.

AP/J.Khunt/GP