Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ‘મન કી બાત’ના 130માં એપિસોડમાં તેમના સંબોધનની હાઇલાઇટ્સ શેર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએમન કી બાતના 130માં એપિસોડમાં તેમના સંબોધનની હાઇલાઇટ્સ શેર કરી છે.

X પોસ્ટ્સની શ્રેણીમાં, શ્રી મોદીએ કહ્યું;

“2026 નો પ્રથમ #MannKiBaat એપિસોડ રાષ્ટ્રીય મતદાતા દિવસ પર યોજાયો હતો.

મતદાતા બનવું ઉત્સવનો પ્રસંગ બનવા દો. છેવટે, મતદાતા હોવું એક મોટો લ્હાવો અને જવાબદારી છે.”

 

ચાલો આપણે 2026 ને ગુણવત્તા (quality) વિશે બનાવીએ.

ચાલો આપણેઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટપર ધ્યાન કેન્દ્રિત કરીએ.

ચાલો આપણે સુનિશ્ચિત કરીએ કે, મેડ ઇન ઇન્ડિયા = શ્રેષ્ઠતા (Excellence).

#MannKiBaat”

 

ઉત્તર પ્રદેશના આઝમગઢમાંથી પસાર થતી તમસા નદીનું પુનરોદ્ધાર જનભાગીદારીની સફળતાનું અદ્ભુત ઉદાહરણ છે. અહીંના લોકોએ પોતાની સામૂહિક શક્તિથી માત્ર એક નદી નહીં, પરંતુ આપણી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતની ધારાને એક નવું જીવન આપ્યું છે. #MannKiBaat”

 

જળાશયોની પુનઃસ્થાપના માટે આંધ્ર પ્રદેશના અનંતપુરના લોકોના પ્રયાસોની હું પ્રશંસા કરું છું. #MannKiBaat”

 

આપણી Gen-Z ‘ભજન ક્લબિંગતરફ વળી રહી છેતે આધ્યાત્મિકતા અને આધુનિકતાનું સુંદર મિશ્રણ છે, ખાસ કરીને ભજનોની પવિત્રતાને ધ્યાનમાં રાખીને. #MannKiBaat”

 

તમિલ, તેલુગુ, પંજાબી અને અન્ય ભાષાઓ શીખવવાથી લઈને હેરિટેજ વોક અને ટેક્સટાઈલ તેમજ પશ્ચિમ બંગાળના સંગીતનું પ્રદર્શન કરવા સુધી, મલેશિયામાં ભારતીય સમુદાય અદ્ભુત કામ કરી રહ્યો છે! #MannKiBaat”

 

ગુજરાતનું એક ગામ જ્યાં દરેક જણ સાથે મળીને જમે છેપ્રેરણાદાયક છે ને! #MannKiBaat”

 

ડ્રગ્સ, તમાકુ અને મદ્યપાન જેવી બદીઓને નાબૂદ કરવા માટે એકઠા થવા બદલ અનંતનાગમાં શેખગુંડની પ્રશંસા કરી. #MannKiBaat”

 

પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરમાં ફરીદપુરના વિવેકાનંદ લોકશિક્ષા નિકેતન જેવી સંસ્થાઓ દાયકાઓથી નિઃસ્વાર્થપણે સમાજની સેવા કરી રહી છે. અન્યોની સંભાળ રાખવાના આપણા લોકાચારને દર્શાવે છે. #MannKiBaat”

 

અરુણાચલ પ્રદેશ અને આસામમાં પ્રયાસો સ્વચ્છતા, રિસાયક્લિંગ અનેવેસ્ટ ટુ વેલ્થ’ (Waste to Wealth) પ્રત્યેના આપણા યુવાનોના જુસ્સા અને પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. #MannKiBaat”

 

પશ્ચિમ બંગાળના કૂચ બિહારના બેનોય દાસ જીએ સાબિત કર્યું છે કે પર્યાવરણ સંરક્ષણના નાના પ્રયાસો પણ કેવી રીતે મોટા ફેરફારો લાવી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓ પોતાના જિલ્લામાં હજારો વૃક્ષો વાવી ચૂક્યા છે, જેનાથી રસ્તાના કિનારે હરિયાળી જોતા બને છે! #MannKiBaat”

 

જંગલના ઔષધીય છોડની માહિતી આગામી પેઢી સુધી પહોંચાડવા માટે મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાના બીટ ગાર્ડ જગદીશ પ્રસાદ અહિરવારજી નો પ્રયાસ દરેકને પ્રેરણા આપનારો છે. તેમની એકત્રિત કરેલી માહિતી પર એક પુસ્તક પણ પ્રકાશિત થઈ ચૂક્યું છે, જે વન વિભાગની સાથેસાથે સંશોધકોના પણ કામ આવી રહ્યું છે. #MannKiBaat”

મિલેટ્સ અથવા શ્રી અન્ન ભારતમાં યુવાનો અને ખેડૂતોમાં ખૂબ લોકપ્રિય છે, જે જોઈને આનંદ થાય છે. #MannKiBaat”

SM/GP/JD