Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના સોલાપુરના ગ્રામીણ વિસ્તારમાં એક દુ:ખદ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સોલાપુરના ગ્રામીણ વિસ્તારમાં એક દુઃખદ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.

શ્રી મોદીએ દુઃખની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી હતી.

પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી પ્રત્યેક મૃતકના વારસદારોને રૂપિયા 2 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. ઇજાગ્રસ્તોને રૂપિયા 50,000 આપવામાં આવશે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

“મહારાષ્ટ્રના સોલાપુરના ગ્રામીણ વિસ્તારમાં એક દુઃખદ અકસ્માતને કારણે થયેલી જાનહાનિથી અત્યંત દુઃખી છું. આ દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું.

PMNRFમાંથી પ્રત્યેક મૃતકના વારસદારોને રૂપિયા 2 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. ઇજાગ્રસ્તોને રૂપિયા 50,000 આપવામાં આવશે:

PM @narendramodi”

 

SM/BS/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]