Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના પરભણીમાં દીવાલ ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પરભણીમાં એક દીવાલ ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ અત્યંત દુઃખદ છે. તેમણે પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે (PMO) એક્સ (X) પર લખ્યું;

મહારાષ્ટ્રના પરભણીમાં દીવાલ ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિ અત્યંત દુઃખદ છે. આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો સાથે મારી સંવેદનાઓ છે. ઈજાગ્રસ્તો વહેલી તકે સાજા થાય: PM @narendramodi”

SM/IJ/JD