Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં મકાન અને શહેરી વિકાસ સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ યોજનાઓનો શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન મકાન અને શહેરી પરિવહન સાથે સંબંધિત ઘણી મહત્ત્વપૂર્ણ યોજનાઓનું શિલારોપણ કર્યું હતું.

મહારાષ્ટ્રમાં કલ્યાણમાં એક જનસભામાં પ્રધાનમંત્રીએ બે મહત્વપૂર્ણ મેટ્રો કોરિડોર થાણે-ભિવંડી-કલ્યાણ અને દહિંસર-મીરા-ભાયંદર મેટ્રોનું શિલારોપણ કર્યું હતું. બંને કોરિડોર બની જતાં આ વિસ્તારનાં લોકોની જાહેર પરિવહનની સુવિધા વધી જશે.

પ્રધાનમંત્રીએ કલ્યાણમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઈડબલ્યુએસ અને એલઆઈજી આવાસ યોજનાનાં 90,000 મકાનો લોંચ કર્યા. આ યોજના પર કુલ રૂ. 33,000 કરોડનો ખર્ચ થશે.

કલ્યાણમાં પ્રધાનમંત્રીએ એક જનસભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે માળખાગત સુવિધાઓ અને જાહેર પરિવહન વિકાસને ગતિ પ્રદાન કરી છે. તેમણે વર્ષ 2022 સુધી કેન્દ્ર સરકારની ‘તમામ માટે ઘર’ની યોજના પર ભાર મૂક્યો હતો.

પૂણેમાં પ્રધાનમંત્રીએ પૂણે મેટ્રો ફેઝ-3નું શિલારોપણ કર્યું હતું. પૂણેમાં એક જનસભાને સંબોધિત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારે ભાર મુકી રહી છે. તેમણે કહ્યું હતું કે, ઉત્કૃષ્ટ માળખાગત સુવિધા અને પરિવહન ક્ષેત્રની મજબૂતી પર ભાર મૂકવામાં આવે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને અટલ ઇનોવેશન મિશન મારફતે ભારત ટેકનોલોજીનાં કેન્દ્ર સ્વરૂપે બહાર આવ્યું છે.

RP