Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહિલાઓની 53 કિગ્રા વેટલિફ્ટીંગ શ્રેણીમાં સુવર્ણ પદક જીતવા બદલ સંજીતા ચાનૂને શુભેચ્છા પાઠવી


રાષ્ટ્રમંડળ રમતોમાં સુવર્ણ પદક જીતવા પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વેટલિફ્ટર સંજીતા ચાનૂને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ભારત માટે બીજો સુવર્ણ પદક ! રાષ્ટ્રમંડળ રમતોમાં મહિલાઓની 53 કિગ્રા વેઈટલિફ્ટીંગ શ્રેણીમાં સુવર્ણ પદક જીતવા પર સંજીતા ચાનૂને શુભેચ્છા. આ શ્રેષ્ઠ પ્રદર્શનથી રાષ્ટ્ર ગૌરવ અનુભવે છે.

વેટલિફ્ટર ખુમુકચામ સંજીતા ચાનૂએ ઓસ્ટ્રેલીયાના ગોલ્ડ કોસ્ટ શહેરમાં રમાઈ રહેલા 2018 રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતને આજે બીજો સુવર્ણ પદક અપાવ્યો હતો.

J.Khunt/GP