Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ માલદિવનાં રાષ્ટ્રપતિ શ્રી ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહને ચૂંટણીમાં વિજય પ્રાપ્ત થવા બદલ ટેલિફોન કરી અભિનંદન પાઠવ્યાb


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક માલદિવનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહને આજે ફોન કર્યો હતો અને તાજેતરમાં માલદિવમાં થયેલી સંસદીય ચૂંટણીઓમાં માલ્દિવિયન ડેમોક્રેટિક પાર્ટી (એમડીપી)નાં વિજય પર અભિનંદન પાઠવ્યા હતાં.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, એમડીપીનો આ મહત્વપૂર્ણ વિજય તેના નેતાઓની નીતિઓ અને પ્રયાસોનાં શાનદાર સમર્થનને સૂચવે છે, જેમણે માલદિવનાં લોકો માટે પ્રતિબદ્ધતા સાથે કામ કર્યું છે. તેમણે ચૂંટણીનાં સફળતાપૂર્વક સમાપનને આવકાર આપ્યો હતો, જે માલદિવમાં લોકશાહીની મજબૂતીનો સંકેત છે અને લોકતાંત્રિક સંસ્થાઓની મજબૂતી સૂચવે છે.

પ્રધાનમંત્રીએ ‘પડોશી પ્રથમ’ની નીતિ જાળવવાની ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો, જેનો ઉદ્દેશ માલદિવ સાથે ભારતનાં સંબંધોને ગાઢ બનાવવાનો અને માલદિવનાં સામાજિક-આર્થિક વિકાસની જરૂરિયાત મુજબ એને સહાય કરવાનો છે.

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નાશીદ સાથે પણ વાત કરી હતી અને મહત્વપૂર્ણ ચૂંટણીમાં વિજય પ્રાપ્ત થવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતાં. પ્રધાનમંત્રીએ માલદિવમાં લોકશાહીનાં મૂળિયાં મજબૂત કરવામાટે લોકશાહીને ચાહતા તમામ પરિબળોની સહભાગીદારીની પ્રશંસા કરી હતી અને આ ઉદ્દેશ માટે ભારતનો સતત સાથસહકાર મળશે એવી ખાતરી આપી હતી.

******

GP/RP