Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાંચીમાં આયુષ્માન ભારતનાં લાભાર્થીઓ સાથે વાત કરી

પ્રધાનમંત્રીએ રાંચીમાં આયુષ્માન ભારતનાં લાભાર્થીઓ સાથે વાત કરી

પ્રધાનમંત્રીએ રાંચીમાં આયુષ્માન ભારતનાં લાભાર્થીઓ સાથે વાત કરી

પ્રધાનમંત્રીએ રાંચીમાં આયુષ્માન ભારતનાં લાભાર્થીઓ સાથે વાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઝારખંડમાં રાંચીની મુલાકાત લીધી હતી. અહિં તેમણે આયુષ્માન ભારત યોજનાનાં પસંદ કરેલા લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે ઝારખંડનાં રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી રઘુવર દાસ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આજે સવારે પ્રધાનમંત્રીએ ઝારખંડનાં હઝારીબાગની મુલાકાત લીધી હતી. અહિં તેમણે કહ્યું હતું કે, આ ઝારખંડની એ જ ભૂમિ છે, જ્યાં આયુષ્માન ભારત યોજના શરૂ થઈ હતી, જેનાથી ઝારખંડનાં હજારો લોકો સહિત ભારતનાં લાખો લોકોને લાભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 23 સપ્ટેમ્બર, 2018નાં રોજ રાંચીમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – આયુષ્માન ભારતની શરૂઆત કરી હતી અને તેને “ગરીબોની સેવા કરવા માટેની પરિવર્તનકારી પહેલ” ગણાવી હતી.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમ-જેએવાય)નો ઉદ્દેશ હોસ્પિટલની મુશ્કેલ મુલાકાતોમાં ગરીબો અને વંચિત સમુદાયો પર નાણાકીય ભારણ ઘટાડવાનો છે તેમજ ગુણવત્તાયુક્ત આરોગ્યલક્ષી સેવાઓ સુનિશ્ચિત કરવાનો છે. આ યોજના દર વર્ષે કુટુંબદીઠ રૂ. 5 લાખનો આરોગ્ય વીમો પ્રદાન કરવાનો છે, જેનો 50 કરોડો લોકોને લાભ મળશે. આ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે. આ યોજનાનાં લાભાર્થીઓની સંખ્યા લગભગ યુરોપિયન યુનિયનની વસતિને સમકક્ષ કે અમેરિકા, કેનેડા અને મેક્સિકોની કુલ વસતિ જેટલી છે.

RP