Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાજકોટમાં સામાજિક અધિકારિતા શિબિરને સંબોધન કર્યું, દિવ્યાંગજનોને સહાયક ઉપકરણોનું વિતરણ કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજકોટમાં સામાજિક અધિકારિતા શિબિરને સંબોધન કર્યું હતું તથા દિવ્યાંગ લાભાર્થીઓ વચ્ચે સહાયક ઉપકરણોનું વિતરણ કર્યું હતું.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દેશનાં ગરીબો પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

તેમણે સ્ટાર્ટ-અપ સેક્ટરને એવા માર્ગો તરફ નજર દોડાવવાની વિનંતી કરી હતી, જેનાથી નવીનતા અને ટેકનોલોજી દ્વારા દિવ્યાંગ ભાઈઓ અને બહેનોનાં જીવનમાં પરિવર્તન લાવી શકાય.

તેમણે કેન્દ્રિય મંત્રી ડો. થાવરચંદ ગેહલોત અને તેમની ટીમને અભિનંદન આપ્યાં હતાં અને જણાવ્યું હતું કે, તેઓ દિવ્યાંગ ભાઇઓ અને બહેનોનાં કલ્યાણ માટે જે કામ કરે છે એ ઐતિહાસિક અને પ્રશંસનીય છે.

તેમણે આગ્રહ કર્યો હતો કે, દેશ વર્ષ 2022માં આઝાદીનાં 75માં વર્ષની ઉજવણી કરશે, ત્યારે કોઈ ભારતીય બેઘર ન હોવો જોઈએ અને ઘરમાં પુરતી સુવિધાઓ પણ હોવી જોઈએ.

J.Khunt