Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રમંડળ રમતોમાં પુરૂષ 69 કિગ્રા શ્રેણીમાં કાંસ્યપદક જીતવા બદલ વેટલિફ્ટર દીપક લાઠેરને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રમંડળ રમતોમાં વેટલિફ્ટિંગમાં કાંસ્યપદક જીતવા બદલ દીપક લાઠેરને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું, “આપણા વેટલિફ્ટર્સ શ્રેષ્ઠ ફોર્મમાં છે ! મારા યુવાન મિત્ર દીપક લાઠેરે પુરૂષ 69 કિગ્રા શ્રેણીમાં કાંસ્યપદક જીત્યો છે. આ યુવા મિત્રોને અભિનંદન અને તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ.

દીપક લાઠેર ગોલ્ડ કોસ્ટ ખાતે પુરૂષ 69 કિગ્રા શ્રેણીમાં કાંસ્ય પદક જીતીને રાષ્ટ્રમંડળ રમતોમાં પદક જીતનારો સૌથી નાની વયનો ભારતીય વેટલિફ્ટર બની ગયો છે.

J.Khunt