Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય રમત દિવસ પર રમતપ્રેમીઓને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રમત દિવસ પર જુદી જુદી રમતનો શોખ ધરાવતાં ઉત્સાહીઓને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “નેશનલ સ્પોર્ટ્સ ડે પર વિવિધ રમતનો શોખ ધરાવતા ઉત્સાહીઓને અભિનંદન. હોકીનાં મહાન ખેલાડી મેજર ધ્યાનચંદજીને એમની જન્મજયંતિ પર શ્રદ્ધાસુમન. હું લોકોને રમતગમતને પ્રાથમિકતા આપવા અને ફિટનેસ સંબંધિત પ્રવૃત્તિઓ કરવા વિનંતી કરું છું, જે સ્વસ્થ ભારતનું નિર્માણ કરવા માટે પ્રદાન કરશે. હું વિવિધ રમતોત્સવમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં રમતવીરોને સલામ કરું છું. તેમની મહેનત અને દ્રઢતાએ કેટલીક સીમાચિહ્નરૂપ સફળતા મેળવી છે. ચાલુ વર્ષ આપણાં રમતવીરો માટે યાદગાર રહ્યું છે, જેમાં ભારતીય રમતવીરોએ એશિયાઈ રમતોત્સવ-2018 અને રાષ્ટ્રમંડળ રમતો સહિત વિવિધ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.”