Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય અખંડિતતા માટે સરદાર પટેલ પુરસ્કારની જાહેરાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈ કાલે (22 ડિસેમ્બર, 2018) કેવડિયામાં ડીજીપી/આઈજીપી સંમેલનમાં રાષ્ટ્રીય અખંડિતતા માટે વાર્ષિક સરદાર પટેલ પુરસ્કારની જાહેરાત કરી. આ પુરસ્કાર રાષ્ટ્રીય એકીકરણ તરફ આગળ વધારવાની દિશામાં અસાધારણ પ્રયાસો માટે આપવામાં આવશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સરદાર પટેલે ભારતને એક કરવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. રાષ્ટ્રીય અખંડિતતા માટે સરદાર પટેલ પુરસ્કાર તેમને એક ઉચિત શ્રદ્ધાંજલિ હશે અને આ વધુમાં વધુ લોકોને ભારતની એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાને વધારવાની દિશામાં કામ કરવા માટે પ્રેરિત કરશે.”

RP