Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર સી વી રામનને વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના યોગદાન પર યાદ કરીને વૈજ્ઞાનિકો અને વિજ્ઞાન પ્રેમીઓને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય વિજ્ઞાના દિવસ પર વૈજ્ઞાનિકો અને વિજ્ઞાન પ્રેમીઓને શુભેચ્છા પાઠવી છે. આ અવસરે પ્રધાનમંત્રીએ વિજ્ઞાનના ક્ષેત્રમાં સર સી વી રામનના યોગદાનને પણ યાદ કર્યું.

પ્રધાનમંત્રી એ કહ્યું – ‘હું રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના અવસરે વૈજ્ઞાનિકો અને વિજ્ઞાન પ્રેમીઓને શુભેચ્છા પાઠવું છું. આપણા દેશમાં અનુસંધાન અને ઉન્નયનની ભાવના જળવાઈ રહે.

આપણે વિજ્ઞાનના ક્ષેત્રમાં સર સી વી રામનના અથાગ અને સમૃદ્ધ યોગદાન પર ખુબ ગર્વ સાથે તેમને યાદ કરીએ છીએ. તેઓ યુવા મસ્તિષ્ક માટે પ્રેરણા સ્રોત છે.’

J.Khunt