Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના અવસર પર જમશેદપુરમાં દેશભરની પંચાયતોને સંબોધિત કરી

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના અવસર પર જમશેદપુરમાં દેશભરની પંચાયતોને સંબોધિત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (24-4-2016) રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના અવસર પર જમશેદપુરથી દેશભરની બધી પંચાયતોને સંબોધિત કરી.

આ અવસરને ગ્રામોદય થી ભારત ઉદય અભિયાનના પરિણામના રૂપમાં પણ ચિન્હિત કરાયું છે જે 14 એપ્રિલના રોજ મહૂમાં બાબા સાહેબ આંબેડકરની 125મી જયંતીથી પ્રારંભ થયો હતો.

શ્રી નરેન્દ્ર મોદીએ ભાર આપતા કહ્યું કે ગ્રામીણ ક્ષેત્રોમાં સુવિધાઓ અને સેવાઓ શહેરોની સમાન હોવી જોઈએ.

પ્રધાનમંત્રીએ પંચાયત પ્રતિનિધિઓને પોતાના કાર્યકાળને ગામોમાં પરિવર્તનકારી બદલાવ લાવવાના ઉદ્દેશ્યથી લોકોની સેવાની દિશામાં ઉપયોગ કરવાનું આહ્વાન કર્યું. ખાસ કરીને તેમણે કહ્યું કે મહિલા સભ્યો શૌચાલયોના નિર્માણ જેવા ક્ષેત્રોમાં નેતૃત્વની ભૂમિકા નિભાવી શકે શકે છે.

તેમણે પંચાયતોને બાળકોના શિક્ષણ પ્રત્યે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી અને કહ્યું કે બાળકોને વિદ્યાલય ન જવાના સંદર્ભમાં પંચાયતના સભ્યોને ચિંતા હોવી જોઈએ.

પ્રધાનમંત્રીએ પંચાયતોને બજેટથી ઉપરાંત પણ વિચારવા માટે પ્રોત્સાહિત કરતા જનસુવિધા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું.

કાર્યક્રમ બાદ, પ્રધાનમંત્રીએ મંચથી નીચે આવીને જમશેદપુરમાં દેશભરમાંથી આવેલા કેટલાક પંચાયત પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી. તેમણે 2013માં પોતાની જનસભા દરમિયાન પટનામાં થયેલા બોમ્બ ધડાકાના પીડિતોમાંથી એકની પત્ની અને પુત્રી સાથે મુલાકાત કરી.

J.Khunt/GP