Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રિપબ્લિક ઓફ કોરિયાની જનતાને મુક્તિ દિવસની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રિપબ્લિક ઓફ કોરિયાની જનતાને મુક્તિ દિવસે શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ તેમના સંદેશમાં કહ્યું કે “હું રિપબ્લિક ઓફ કોરિયાની જનતાને તેમના મુક્તિ દિવસના પ્રસંગે મારી શુભકામનાઓ પાઠવું છું.

ભારત અને કોરિયા વચ્ચેના ઘનિષ્ઠ સંબંધો માટેની જરૂરિયાત ક્યારેય આટલી મજબૂત નહોતી. અમે કોરિયાને ભારતના આર્થિક મોર્ડનાઈઝેશન માટે એક અગત્યનું ભાગીદાર માનીએ છીએ અને કોરિયા સાથે વ્યાપારિક સંબંધો વધારવા તરફ ધ્યાન આપીએ છીએ.

એશિયામાં લોકશાહીનો સ્તંભ, દક્ષિણ કોરિયાની ઝડપી પ્રગતિ, ‘એશિયન સદી’ માટેના વિઝનને મજબૂત બનાવે છે.

મારી તાજેતરની રિપબ્લિક ઓફ કોરિયાની મુલાકાત ખૂબ ફળદાયી નિવડી તેમજ કોરિયા સાથે ઘણાં ક્ષેત્રોમાં સહયોગ વધ્યો..”

આપનો,

નરેન્દ્ર મોદી.