Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રિયાદમાં એલએન્ડટી કર્મચારીઓના આવાસીય પરિસરની મુલાકાત લીધી

પ્રધાનમંત્રીએ રિયાદમાં એલએન્ડટી કર્મચારીઓના આવાસીય પરિસરની મુલાકાત લીધી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (2 એપ્રિલ, 2016) રિયાદમાં એલએન્ડટી કર્મચારીઓના આવાસીય પરિસરની મુલાકાત લીધી. એલએન્ડટી રિયાદમાં મેટ્રોના એક ખંડનું નિર્માણ કરી રહી છે.

આ અવસર પર પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ આ પરિયોજનામાં કાર્ય કરી રહેલા કર્મચારીઓ દ્વારા કરાઈ રહેલા પ્રયાસોની પ્રસંશા કરતા કહ્યું કે તમારો કઠોર પરિશ્રમ જ મને અહીં લાવ્યો છે.

તેમણે કહ્યું કે વિદેશમાં ભારતીય શ્રમિકો દ્વારા કરાઈ રહેલા કાર્યો થી ન તો માત્ર ધન અર્જિત થાય છે, પરંતુ ભારતની મહત્તા પણ વધે છે. તેમણે કહ્યું કે વિશ્વના ઘણાં ભાગોમાં ભારતીય શ્રમિકોને યાદ કરાય છે જ્યાં તેમણે ખૂબ પ્રતિષ્ઠિત પરિયોજનાઓને પૂર્મ કરી છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં રીયાદ મેટ્રો માટે પણ ભારતીય કર્મચારીઓને આના નિર્માણમાં થયેલા યોગદાનને આ પ્રકારે જ યાદ કરાશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે વિદેશમાં કાર્ય કરી રહેલા ભારતીયો ને તેમના પરિજનોથી પ્રાપ્ત થનારા પત્રો થી હંમેશા માહિતી મળે છે. તેમણે કહ્યું કે આ તેઓ એ પત્રોના માધ્યમથી પોતાના સુખ-દુઃખ બંને જ વહેંચે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમને અહેસાસ છે કે તેઓ તેના પરિવારનો જ એક ભાગ છે.

પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકારની ઈ-પ્રવાસ પહેલનો ઉલ્લેખ કર્યો જેના માધ્યથી વિદેશમાં કાર્ય કરનારાની ઈચ્છા રાખનારા લોકોને સુવિધા ઉપલબ્ધ કરાવાય. તેમણે કહ્યું કે હજુ વધુ ‘શ્રમિક સંસાધન કેન્દ્ર’ ખોલવામાં આવશે અને મદદ પોર્ટલના માધ્યમથી કેન્દ્ર સરકાર સુધી જલદીથી સંપર્ક કરી શકાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કેભારતમાં ક્ષણતા છે કે તેઓ આવશ્યકતા અનુરૂપ માનવ શ્રમને દુનિયામાં પ્રદાન કરી શકે.

પ્રધાનમંત્રી એ સંબોધન દરમિયાન, આયોજન સ્થળ પર ઉપસ્થિત હજારો શ્રમિકેને ઘણી વખત ઉત્સાહની સાથે તેમને અભિનંદન આપ્યા. પોતાના સંબોધન બાદ પ્રધાનમંત્રીએ શ્રમિકો સાથે મુલાકાત કરતા તેમની સાથે અલ્પાહાર પણ કર્યું.

AP/J.Khunt/GP