Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લખનૌમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનાં પ્રસંગે સામૂહિક યોગ નિદર્શનમાં હાજરી આપી

પ્રધાનમંત્રી આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – 2017નાં પ્રસંગે લખનૌમાં સામૂહિક યોગ નિદર્શનમાં સહભાગી થયાં હતાં.

લખનૌનાં રમાબાઈ આંબેડકર મેદાનમાં વરસાદ વચ્ચે પણ હજારો લોકો આ કાર્યક્રમ માટે એકત્ર થયાં હતાં.

ઉત્સાહી જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ લખનૌથી સમગ્ર ભારતમાં યોગ દિવસની ઉજવણી કરવા જોડાયેલા તમામ લોકોને શુભેચ્છા પાઠવી હતી.

તેમણે કહ્યું હતું કે, આજે યોગ અનેક લોકોનાં જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. તેમણે જણાવ્યું હતું કે, યોગની લોકપ્રિયતા ભારતની બહાર પણ વધી રહી છે અને યોગ ભારત સાથે દુનિયાને જોડે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં કેટલીક યોગ સંસ્થાઓ ઊભી થઈ છે એ જોઈને આનંદ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, યોગનાં શિક્ષકોની માગ વધી રહી છે. ફિટનેસ ઉપરાંત કલ્યાણ કે સુખાકારી મહત્ત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે, યોગ સંપૂર્ણ કે પરિપૂર્ણ જીવનનું માધ્યમ છે.

દરેકને યોગને પોતાનું જીવનનો ભાગ બનાવવાની અપીલ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, યોગ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે અને તેની પ્રેક્ટિસ મોંઘી પણ નથી.

અગાઉ પ્રધાનમંત્રીને લખનૌમાં ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ આવકાર આપ્યો હતો. યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, યોગ આપણી પરંપરાનો ભાગ છે અને તે આપણને જોડે છે.

J.Khunt