Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લખનૌમાં ઈ-રિક્શાના વિતરણ માટેના સમારંભમાં હાજરી આપી; રિક્શાચાલકો અને તેમના પરિવારો સાથે વાતચીત કરી

પ્રધાનમંત્રીએ લખનૌમાં ઈ-રિક્શાના વિતરણ માટેના સમારંભમાં હાજરી આપી; રિક્શાચાલકો અને તેમના પરિવારો સાથે વાતચીત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનૌમાં ભારતીય માઈક્રો ક્રેડિટ દ્વારા યોજાયેલા ઈ-રિક્શા વિતરણના કાર્યક્રમમાં હાજરી આપી હતી.

પ્રધાનમંત્રીએ રિક્શાચાલકોના પરિવારો સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન વધારાની આવકનો અમુક હિસ્સો બચત કરવી અને બાળકોના શિક્ષણ જેવા વિષયો ચર્ચાયા હતા.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજે સમગ્ર દુનિયાએ ભારત વિશ્વનો સૌથી ઝડપી વિકાસ સાધી રહેલો દેશ હોવાનું નોંધ્યું છે. તેમણે ઉમેર્યું કે વિશ્વભરમાં મંદી પ્રવર્તતી હોવા છતાં આમ બની રહ્યું છે. તેમણે કહ્યું કે તેમની સરકારનાં મુખ્ય ઉદ્દેશો ગરીબોનું કલ્યાણ અને યુવાનોને રોજગાર છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે યુવાનોએ જોબ સીકર (નોકરી વાંચ્છુકો)ને બદલે જોબ ક્રીએટર (નોકરી સર્જકો) બનવું જોઈએ. તેમણે ઉમેર્યું કે તેમની સરકારે આ ઉદ્દેશો પૂરા કરવા માટે અનેક પગલાં લીધાં છે. આ સંદર્ભે તેમણે જણાવ્યું કે પ્રધાન મંત્રી મુદ્રા યોજના દ્વારા યોજના શરૂ થઈ તેના એક વર્ષ કરતાં પણ ઓછા ગાળામાં બે કરોડ લોકોને લાભ મળ્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જે લોકોએ આજે ઈ-રિક્શા મેળવી છે, આ માત્ર પેડલ રિક્શામાંથી ઈ-રિક્શા થઈ ગઈ એવો નાનકડો ફેરફાર નથી, પરંતુ પરિવર્તનની સમગ્ર પ્રક્રિયા છે.

પ્રધાનમંત્રીએ પસંદગીના લાભાર્થીઓને રૂપે કાર્ડસ અને સામાજિક સુરક્ષા યોજનાઓ પ્રતિકાત્મક રીતે આપ્યા હતા. પ્રધાનમંત્રીએ 2100 ઈ-રિક્શાની રેલીને લીલી ઝંડી લહેરાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.

J.Khunt