Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લોકસભામાં સંવિધાન દિવસ પર ડો. આંબેડકરના યોગદાનને રેખાંકિત કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે ભારતના સંવિધાને ભારતીયો માટે ગરિમા તથા દેશની એકતા સુનિશ્ચિત કરી દીધી છે. તે સંવિધાન દિવસ સમારંભ માટે આયોજિત વિશેષ બેઠક તથા સંવિધાન નિર્માતા ડો. બી.આર. આંબેડકરની 125મી જયંતિ પર બોલી રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત જેવા વિવિધતાથી ભરેલા દેશમાં આપણે સંવિધાનને સક્રિય રીતે લોકોની પાસે લઇ જવાની જરૂર છે. સરકાર તરફથી 26મી નવેમ્બરે સંવિધાન દિવસને મનાવવો એ દર્શાવે છે કે કેન્દ્ર સરકાર આ આલોકમાં વિચારી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ અવધારણા ધીરે – ધીરે વિકસીત થઇ જશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશના સંવિધાનના નિર્માણ કરનારાઓની કેટલી પણ પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. તેમણે જણાવ્યું હતું કે ડો. આંબેડકરના યોગદાનનો ઇનકાર કરી શકાય નહીં. ડો. બી. આર. આંબેડકરના વિચાર તથા તેમનું શિક્ષણ પ્રામાણિક તથા સાચ્ચી છે તથા તમામ પેઢીઓને લાગુ પડે છે.

તેમણે જણાવ્યું હતું કે સહેમતિ તથા સમાધાનથી લોકતંત્ર વધારે મજબૂત બને છે. જ્યારે બહુસંખ્યક તથા અલ્પસંખ્યકની અવધારણા હંમેશાં છેલ્લો રસ્તો હોય છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તમામ નાગરિકોએ પોતાના અધિકારો તથા કર્તવ્યો પર સમાન ધ્યાન આપવું જોઇએ. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ‘સત્યમેવ જયતે’ તથા ‘સર્વ પંથ સંભવ જ’ ભારતના વિચાર છે.

J.Khunt