Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લોકોને ઓણમના શુભ પર્વની શુભકામનાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને ઓણમના શુભ પર્વની શુભકામનાઓ પાઠવી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું. “ઓણમની શુભકામનાઓ. આ એક વિશિષ્ટ તહેવાર છે, જે સંવાદિતાની ઉજવણી કરે છે. આપણા મહેનતુ ખેડુતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પણ આ પ્રસંગ છે. દરેકને આનંદ અને શ્રેષ્ઠ આરોગ્ય સાથે આશીર્વાદ મળે એવી કામના કરું છું.”

SD/GP/BT