Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વરદા વાવાઝોડાના અસરગ્રસ્ત લોકોની સલામતી માટે પ્રાર્થના કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને વરદા વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત લોકોની સલામતી માટે પ્રાર્થના કરી છે. પ્રધાનમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તમામ અસરગ્રસ્ત લોકોના જીવનની સલામતી અને સંપત્તિ માટે સ્થાનિક વહીવટીતંત્ર અને સેના સાથે કામ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “વાવાઝોડા વરદાને પગલે ખરાબ હવામાન ઊભું થવાથી મુશ્કેલીમાં મૂકાયેલા લોકોની સલામતી માટે હું પ્રાર્થના કરું છું. સુરક્ષિત રહો, સલામત રહો. કેન્દ્ર @ndmaindia જાનમાલની સલામતી માટે સ્થાનિક વહીવટીતંત્ર અને સેના સાથે સક્રિય કામગીરી કરી રહ્યું છે.”

AP/TR/GP