પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસી સંસદીય મતવિસ્તારના ગ્રામ પ્રધાનોનો આજે નવી દિલ્હી ખાતે પોતાના નિવાસસ્થાને સત્કાર કર્યો હતો.
વાતચીત દરમિયાન, પ્રધાનમંત્રીએ ગ્રામ પ્રધાનોને પોતાના ગામમાં સંપૂર્ણ રસીકરણ, ઝીરો સ્કૂલ ડ્રોપ આઉટ્સ અને સ્વચ્છતા માટેના કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રધાનમંત્રીએ ગ્રામ પ્રધાનોના સમૂહને દીકરી અને દીકરા વચ્ચેનો કોઈ પણ ભેદભાવ નિર્મૂળ કરવા વિનંતી કરી હતી. ગ્રામ પ્રધાનોના સમૂહે દીકરીના જન્મ પ્રસંગે વૃક્ષ વાવીને ઉત્સવ ઉજવવાની ઈચ્છા પ્રગટ કરી હતી.
પ્રધાનમંત્રીએ ગ્રામ પ્રધાનોને વારાણસીના નિવાસીઓ સાથે તેમની સંસંદની તેમજ રાજધાનીની મુલાકાતના અનુભવો જણાવવાનું પણ કહ્યું હતું.
J.Khunt/TR/GP