Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિવિધ તહેવારો પર દેશભરનાં લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ તહેવારો પર દેશભરનાં લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને જણાવ્યું હતું કેઃ

“વિવિધતામાં એકતા, સમન્વય અને ભાતૃત્વની ઉજવણી! આગામી દિવસોમાં ભારતભરનાં લોકો વિવિધ તહેવારોની ઉજવણી કરી રહ્યાં છે. આ પ્રસંગે દરેક નાગરિકોને શુભેચ્છાઓ. દરેક નાગરિકનાં જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ આવે એવી કામના.”

“દરેકને બૈશાખીની શુભેચ્છા! બૈશાખીનાં આશીર્વાદ મળે. આ પવિત્ર દિવસે દરેકનાં જીવનમાં સારું સ્વાસ્થ્ય અને સફળતા મળે એવી શુભેચ્છા. અમે આપણા મહેનતું ખેડૂતોને સલામ કરીએ છીએ, જેઓ આપણાં દેશનું પોષણ કરી રહ્યાં છે.”

“જીવંત ઉડિયા સમુદાયને નવા વર્ષની શુભેચ્છા! નવું વર્ષ, નવી આકાંક્ષા અને નવી આશા! આ મહા વિશુબ સંક્રાંતિ તમામને ફળે એવી શુભેચ્છા. દરેકનાં જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે એવી પ્રાર્થના.”

“પ્રિય, તમિલ ભાઈઓ અને બહેનો, આગામી વર્ષ ફળદાયક બની રહે એવી શુભેચ્છા. મારા ભાઈઓ અને બહેનોને પુથંડુની શુભેચ્છા. આગામી વર્ષમાં તમારી તમામ આકાંક્ષાઓ ફળે. દરેકને સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ મળે એવી કામના.”

 ***

RP