Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિવેકબુદ્ધિ અને અને વિચારશીલ નિર્ણય લેવાના મહત્વ પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ધૈર્ય, જ્ઞાન, દૂરદર્શિતા દ્રારા માર્ગદર્શન પામેલા કાર્યોથી સુખ અને સમૃદ્ધિના દ્વાર ખુલે છે. તેમણે નોંધ્યું હતું કે દરેક નિર્ણય માટે સાવચેતીપૂર્વકની સમજણ જરૂરી છે, કારણ કે સફળતા યોગ્ય વિચાર અને વિચારણા સાથે લેવામાં આવેલા પગલાં પર બનેલી હોય છે.

પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું-

सहसा विदधीत क्रियामविवेकः परमापदां पदम्

वृणते हि विमृश्यकारिणं गुणलुब्धाः स्वयमेव सम्पदः॥”

સુભાષિત એવો સંદેશ આપે છે કે વ્યક્તિએ ક્યારેય વિચાર્યા વિના કોઈ કાર્ય હાથ ધરવું જોઈએ નહીં, કારણ કે વિચાર્યા વિના તેમ કરવાથી મોટી આફતો આવી શકે છે. તેનાથી વિપરીત, સફળતા અને સમૃદ્ધિ આપોઆપ એ વ્યક્તિને શોધી કાઢે છે અને પસંદ કરે છે જે કાળજીપૂર્વક વિચારે છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“ધૈર્ય, સમજદારી અને દૂરંદેશીથી કરવામાં આવેલા કાર્યો જ સુખ અને સમૃદ્ધિના દરવાજા ખોલી શકે છે. તેથી, દરેક નિર્ણય માટે સંપૂર્ણ સમજણની જરૂર છે, કારણ કે માત્ર સારી રીતે વિચારીને લેવાયેલું પગલું જ સફળતાનો પાયો છે.”

सहसा विदधीत क्रियामविवेकः परमापदां पदम्

वृणते हि विमृश्यकारिणं गुणलुब्धाः स्वयमेव सम्पदः॥”

 

SM/DK/JT