Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિશ્વકર્મા જયંતી પર શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા જયંતીના અવસર પર નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ દેશભરમાં નિર્માણ અને સર્જન કાર્યમાં જોડાયેલા કારીગરો, શિલ્પકારો અને કુશળ કામદારોને ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિકસિત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં કારીગરો અને કૌશલ્યવાન કામદારોનું કૌશલ્ય, સમર્પણ અને મહેનત અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે રાષ્ટ્ર નિર્માણ તરફના તેમના પ્રયાસોને તમામ શક્ય સહયોગ અને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભગવાન વિશ્વકર્મા સાથે સંકળાયેલા શાશ્વત જ્ઞાનને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું:

अनादिरप्रमेयश्च अरूपश्च जयाजयः।

लोकरूपो जगन्नाथः विश्वकर्मन्नमो नमः॥”

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

આપ સૌને ભગવાન વિશ્વકર્મા જયંતીની ખૂબ ખૂબ શુભકામનાઓ.

દેવશિલ્પી સાથે જોડાયેલા આ દિવ્ય અવસર પર નિર્માણ કાર્યોમાં જોડાયેલા દેશભરના શિલ્પકારો અને કુશળ કારીગરોને મારા વિશેષ અભિનંદન.

તમારું કૌશલ્ય અને પરિશ્રમ વિકસિત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં અત્યંત મહત્વપૂર્ણ છે.

રાષ્ટ્રના નવનિર્માણની દિશામાં તમારા પ્રયાસોને શક્ય તમામ પ્રોત્સાહન મળતું રહે, તે માટે અમે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.

अनादिरप्रमेयश्च अरूपश्च जयाजयः।

लोकरूपो जगन्नाथः विश्वकर्मन्नमो नमः॥”

 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]