Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિશ્વ રેડીયો દિવસ પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ રેડિયો દિવસ પર રેડિયોની દુનિયા સાથે જોડાયેલા તમામને પોતાની શુભકામનાઓ પાઠવી છે. જેમાં રેડિયો ક્ષેત્રમાં કામ કરતા લોકો અને શ્રોતાઓ બંનેનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “વિશ્વ રેડિયો દિવસ પર હું, રેડિયોની દુનિયા સાથે જોડાયેલા સૌ લોકોને મારી શુભકામનાઓ પાઠવું છું, જેમાં રેડિયો ક્ષેત્રે કામ કરનારા તથા શ્રોતાઓ બંનેનોસમાવેશ થાય છે. આ માધ્યમ હંમેશા શીખવાની, શોધવાની, મનોરંજનની અને સાથે આગળ વધવાની પ્રવૃત્તિનું કેન્દ્રબિંદુ બની રહે તેવી શુભેચ્છા.

રેડિયો આપણને નજીક લાવે છે અને તેનો હું મન કી બાતના માધ્યમથી સતત અનુભવ કરી રહ્યો છું. https://www.narendramodi.in/mann-ki-baat આ લિંક પર ક્લીક કરવાથી આપ મન કી બાતના દરેક એપિસોડ સાંભળી શકો છો.”

 

NP/J.Khunt/GP