Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવના ઉદ્ઘાટન સમારોહને સંબોધ્યું

પ્રધાનમંત્રીએ વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવના ઉદ્ઘાટન સમારોહને સંબોધ્યું

પ્રધાનમંત્રીએ વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવના ઉદ્ઘાટન સમારોહને સંબોધ્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (11 માર્ચ, 2016) નવી દિલ્હીમાં વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કર્યું. આ મહોત્સવનું આયોજન આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશન દ્વારા માનવતાની સેવામાં સંગઠનના 35 વર્ષ પૂર્ણ થવાને ઉપલક્ષ્યમાં કરાયું હતું.

વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવ માટે દુનિયાભરમાંથી દિલ્હીમાં એકત્ર થયેલા લોકોનું અભિવાદન કરતા, પ્રધાનમંત્રીએ 150 દેશોમાં આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશન દ્વારા કરાઈ રહેલા મહાન કાર્યો માટે શ્રી શ્રી રવિ શંકરને શુભકામના પાઠવી.

શ્રી નરેન્દ્ર મોદીએ મંગોલિયામાં આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સ્વાગત કાર્યક્રમનું સ્મરણ કરતા કહ્યું કે ભારતમાં વિશ્વનું યોગદાન કરવા માટે ઘણું બધું છે, પરંતુ આ સંદર્ભમાં કંઈ પણ કરવા માટે, સૌ પહેલા ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા અને વ્યાપકતાની પ્રસંશા કરવી આવશ્યક છે. તેમણે કહ્યું કે આર્ટ ઑફ લિવિંગના માધ્યથી વિશ્વમાં ભારતની પ્રસંશા થઈ છે

“આર્ટ ઑફ લિવિંગ”ના વ્યાપક દાયરાની ચર્ચા કરતા, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું કે વિપરીત પરિસ્થિતિઓમાં કોઈપણ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દૃઢ સંકલ્પના રૂપમાં આર્ટ ઑફ લિવિંગની આવશ્યકતા હોય છે.

પ્રધાનમંત્રીએ સંબોધન પહેલા મોટી સંખ્યામાં દુનિયા ભરથી આવેલા ગણમાન્ય વ્યક્તિઓને પણ કાર્યક્રમમાં પોતાનું સંબોધન આપ્યું. આ વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવમાં થઈ રહેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં પ્રતિભાગી સામેલ થઈ રહ્યા છે.

J.Khunt/GP