Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શિક્ષણ ભવન અને વિદ્યાર્થી ભવનનું ભૂમિપૂજન કર્યું

પ્રધાનમંત્રીએ શિક્ષણ ભવન અને વિદ્યાર્થી ભવનનું ભૂમિપૂજન કર્યું

પ્રધાનમંત્રીએ શિક્ષણ ભવન અને વિદ્યાર્થી ભવનનું ભૂમિપૂજન કર્યું

પ્રધાનમંત્રીએ શિક્ષણ ભવન અને વિદ્યાર્થી ભવનનું ભૂમિપૂજન કર્યું


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં અડાલજમાં અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ ખાતે શિક્ષણ ભવન અને વિદ્યાર્થી ભવનનું ભૂમિપૂજન કર્યું હતું

આ પ્રસંગે જનસભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં સમુદાયો દ્વારા નેતૃત્વ લેવાની સમૃદ્ધ પરંપરા છે, જે યુગોથી વિવિધ પડકારોનું સમાધાન કરી રહી છે. તેમણે શિક્ષણ અને સિંચાઈમાં સુધારો કરવા સમુદાયોની એકતાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આ પ્રકારનાં સામુદાયિક પ્રયાસોથી લોકોને મોટો લાભ થયો છે.

પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા જણાવ્યું હતું કે, સરદાર પટેલનાં સહકારી ક્ષેત્ર માટેનાં પ્રયાસો ક્યારેય ભૂલાવા ન જોઈએ.

પ્રધાનમંત્રીએ ગુજરાતનાં લોકોને ખાદ્ય પ્રસંસ્કરણ પર કામ કરવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રકારનાં મૂલ્ય સંવર્ધનથી ખેડૂતો અને ઉદ્યોગો, બંનેને લાભ થશે.

પ્રધાનમંત્રીએ માતા અન્નપૂર્ણાને વંદન કરતાં કહ્યું હતું કે, અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટે જાતિગત સમાનતા અને દરેક માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરીને સમાજને મજબૂતી પ્રદાન કરવી જોઈએ.

 

                 

J.Khunt/GP/RP