Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રીલંકામાં થયેલા ભયાનક વિસ્ફોટની નિંદા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકામાં થયેલા ભયાનક વિસ્ફોટની કડક શબ્દોમાં નિંદા કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “શ્રીલંકામાં થયેલા ભયાનક વિસ્ફોટની હું કડક શબ્દોમાં નિંદા કરું છું. આપણા ક્ષેત્રમાં આ પ્રકારની બર્બરતા માટે કોઈ સ્થાન નથી. ભારત દેશ શ્રીલંકાના નાગરિકો સાથે દૃઢતાપૂર્વક ઉભો છે. શોકસંતપ્ત પરિવારજનો અને ઈજાગ્રસ્ત લોકો સાથે મારી સહાનુભૂતિ વ્યક્ત કરું છું”

*****

RP