પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવેકાનંદ કેન્દ્રના અખિલ ભારતીય પ્રમુખ તરીકે સેવા આપનાર શ્રી એ. બાલકૃષ્ણનજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ સમાજમાં શ્રી બાલકૃષ્ણનજીના નોંધપાત્ર યોગદાનને યાદ કરતાં નોંધ્યું હતું કે તેમણે તેમના જીવનના પાંચ દાયકાથી વધુ સમય સ્વામી વિવેકાનંદના આદર્શો અને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત કર્યા હતા. શ્રી મોદીએ નોંધ્યું કે, “તેમને ઉત્તર-પૂર્વ સાથે વિશેષ ગાઢ સંબંધ હતો. તેમણે શૈક્ષણિક, સામાજિક અને રાષ્ટ્ર-નિર્માણની પ્રવૃત્તિઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.”
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
વિવેકાનંદ કેન્દ્રના અખિલ ભારતીય પ્રમુખ તરીકે સેવા આપનાર શ્રી એ. બાલકૃષ્ણનજીના નિધનથી ઊંડા દુઃખની લાગણી અનુભવું છું.
બાલકૃષ્ણનજીએ તેમના જીવનના પાંચ દાયકાથી વધુ સમય સ્વામી વિવેકાનંદના આદર્શો અને સમાજની સેવા માટે સમર્પિત કર્યા હતા. વિવેકાનંદ કેન્દ્રના પ્રારંભિક જીવનવ્રતીઓમાંના એક તરીકે, તેમણે દેશભરમાં અથાક કામ કર્યું. તેમને ઉત્તર-પૂર્વ સાથે વિશેષ ગાઢ સંબંધ હતો. તેમણે શૈક્ષણિક, સામાજિક અને રાષ્ટ્ર-નિર્માણની પ્રવૃત્તિઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
સમગ્ર વિવેકાનંદ કેન્દ્ર પરિવાર અને તેમના પ્રશંસકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. ઓમ શાંતિ.
@vkendra
Deeply saddened by the passing of Shri A. Balakrishnan Ji, who served as the All India President of Vivekananda Kendra.
Balakrishnan Ji devoted more than five decades of his life to the ideals of Swami Vivekananda and to the service of society. As one of the early Jeevanvratis… pic.twitter.com/oPJz3fZEgc
— Narendra Modi (@narendramodi) August 27, 2026
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad <img alt=”” src=”http://sta… [
0KB ]