Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી ઓપી મેહરાના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ઓપી મેહરાના નિધન પર ઉંડો શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એક સાહસી તથા મહાન દેશભક્ત શ્રી ઓપી મેહરાના નિધનના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુખ થયું છે. ભારત માટે કરવામાં આવેલા તેમના યોગદાન માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે.

શ્રી ઓપી મહેરાએ પહેલા વાયુ સેનામાં, ત્યાર બાદ રમત વ્યવસ્થામાં તથા રાજ્યોના રાજ્યપાલ તરીકે અનેક વર્ષો સુધી દેશની સેવા કરી હતી. તેમના શોકગ્રસ્ત પરિવાર તથા નજીકના સભ્યો પ્રત્યે હું શોક સંવેદનાઓ વ્યક્ત કરું છું. ભગવાન તેમની આત્માને શાંતિ પ્રદાન કરે.

J.Khunt/PIB Ahmedabad