Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી ચો રામાસ્વામીના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ચો રામાસ્વામીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ચો રામાસ્વામી બહુમુખી પ્રતિભા ધરાવતા હતા, બૌધ્ધિક, મહાન રાષ્ટ્રવાદી અને નિડર વક્તા હતા, જેઓ સન્માનનીય અને બહોળો ચાહક વર્ગ ધરાવતા હતા.

સમગ્રતઃ ચો રામાસ્વામી પ્રિય મિત્ર હતા. હું તેમના વાર્ષિક વાચકોની બેઠકમાં ભાગ લેતો કે જેમાં તંત્રીઓ અને વાચકોની અભૂતપૂર્વ પ્રતિક્રિયા જોવા મળતી હતી.

ચો રામાસ્વામી દૂરંદેશી, નિખાલસ, તેજસ્વી હતા. તેમના નિધનથી દુઃખ થયું છે. તેમના પરિવાર અને તુઘલકના અગણિત વાચકો પ્રત્યે મારી સહાનૂભૂતિ.

AP/J.Khunt/TR/GP