Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી મનોહર પર્રિકરનાં નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવાનાં મુખ્યમંત્રી શ્રી મનોહર પર્રિકરનાં નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “શ્રી મનોહર પર્રિકર અદ્વિતીય નેતા હતા. તેઓ ખરા દેશભક્ત અને ઉત્કૃષ્ટ વહીવટીકર્તા હતા, તમામ લોકો તેમની પ્રશંસા કરતાં હતા. દેશ તેમની ખામીરહિત સેવાને પેઢીઓ સુધી યાદ રાખશે. તેમનાં અવસાનથી વ્યથિત છું. તેમનાં પરિવારજનો અને સમર્થકો સાથે મારી સહાનુભૂતિ છે. ઓમ શાંતિ.

શ્રી મનોહર પર્રિકર આધુનિક ગોવાનાં રચિયતા હતા. તેમનું ચુંબકીય વ્યક્તિત્વ અને તેમની બધા સાથે ભળી જવાની પ્રકૃતિએ તેમને વર્ષો સુધી રાજ્યનાં પસંદગીપાત્ર નેતા બનાવ્યાં હતા. તેમની લોકોનાં કલ્યાણ માટેની નીતિથી ગોવાએ વિકાસનું નોંધપાત્ર સીમાચિહ્ન સર કર્યું હતું.

ભારત દેશ સંરક્ષણ મંત્રી તરીકે તેમનાં શાસનકાળ માટે તેમનો હંમેશા આભારી રહેશે. જ્યારે તેઓ સંરક્ષણ મંત્રી હતાં, ત્યારે તેમણે દેશની સુરક્ષા ક્ષમતા વધે, સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન મળે અને ભૂતપૂર્વ સૈનિકોનાં જીવનની ગુણવત્તા વધારે સારી થાય તેના માટે શ્રેણીબદ્ધ નિર્ણયો લીધા હતા.”

RP