Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સંયુક્ત આરબ અમીરાતના વિદેશ મંત્રી મહામહિમ શેખ અબ્દુલ્લા બિન જાયદ અલ નાહયાન સાથે ભેટ કરી

પ્રધાનમંત્રીએ સંયુક્ત આરબ અમીરાતના વિદેશ મંત્રી મહામહિમ શેખ અબ્દુલ્લા બિન જાયદ અલ નાહયાન સાથે ભેટ કરી

પ્રધાનમંત્રીએ સંયુક્ત આરબ અમીરાતના વિદેશ મંત્રી મહામહિમ શેખ અબ્દુલ્લા બિન જાયદ અલ નાહયાન સાથે ભેટ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 3 સપ્ટેમ્બર, 2015ના રોજ અહીં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના વિદેશ મંત્રી મહામહિમ શેખ અબ્દુલ્લા બિન જાયદ અલ નાહયાન સાથે ભેટ કરી હતી. યુએઈના વિદેશ મંત્રી ભારતમાં આયોજિત આર્થિક તેમજ તકનીકી યોગદાન માટે ભારત-યૂએઈ સંયુક્ત આયોગની 11મી બેઠકમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. બેઠકની સહ-અધ્યક્ષતા ઈએએમ કરી રહ્યું હતું.

પ્રધાનમંત્રીએ યુએઈની પોતાની અત્યંત સફળ યાત્રાને યાદ કરતા કહ્યું કે આનાથી બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા મળશે અને આનાથી બંને દેશોને વચ્ચેન માત્ર ફાયદો થશે પરંતુ એશિયા અને અન્ય સ્થળોમાં શાંતિ તથા સ્મૃદ્ધિ સ્થાપિત કરવામાં સહાયતા મળશે. પ્રધાનમંત્રીએ યુએઈના નેતૃત્વ અને તેના વિઝનની પ્રશંસા કરતા કહ્યું કે ત્યાંના નેતૃત્વએ માનવ ભાવના, નવાચાર અને વિજ્ઞાનનો હર સંભવ પ્રયોગ કરીને પોતાના દેશને બદલી નાંખ્યો છે. તેમણે યુએઈના જીવંત અને બહુ-સાંસ્કૃતિક સમાજની પ્રશંસા કરતા કહ્યું કે યુએઈએ પોતાને ત્યાં 2.6 મિલિયન ભારતીયોને અંગીકાર કર્યા છે અને તેમના હિતોનું રક્ષણ કર્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની યુએઈની બે સપ્તાહ પૂર્વની થયેલી યાત્રાના તરત પછી ત્યાંના વિદેશમંત્રીની ભારત આગમન આ વાતનું સૂચક છે કે બંને દેશોના સંબંધો પહેલેથી જ પ્રગાઢ થઈ ગયા છે. તેમણે એ વાતપર સંતોષ વ્યક્ત કર્યો કે તેમની યુએઈની યાત્રા સમય લેવાયેલા નિર્ણયોના અમલીકરણ માટે ખાસ પગલાં ઉઠાવાયા છે.

યૂએઈના વિદેશ મંત્રીએ કહ્યું કે તેમનો દેશ ભારતની સાથે સમેકિત રણનીતિક ભાગીદારીને ખૂબ મહત્વ આપે છે. તેમણે યુએઈની પ્રતિબદ્ધતાનો ફેર ઉલ્લેખ કર્યો કે તેમનો દેશ પ્રધાનમંત્રીની જુલાઈ-2015માં યુએઈની યાત્રા દરમિયાન નક્કર પરિણામોનું પૂરી દ્રઢતા સાથે અમલીકરણ કરશે જેમાં વેપાર અને રોકાણ, રક્ષા-સુરક્ષા, ઉર્જા, અંતરિક્ષ, નવીનીકરણ ઉર્જા, વિજ્ઞાન તેમજ પ્રૌદ્યોગિકી અને જનતા વચ્ચે આદાન-પ્રદાન સામેલ છે.

બેઠકમાં બંને દેશો વચ્ચે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના અગ્રણી ક્ષેત્રોમાં વિકાસ અને સંયુક્ત સંશોધન સહિત દ્વિપક્ષીય સહયોગ, ભારતમાં નિર્માણ ઉદ્યોગો માટે યુએઈનું રોકાણ અને ત્રીજા દેશોમાં સહયોગને મજબૂત કરવા પર ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અબુધાબીના યુવરાજને ભારત આગમન માટે ફરીથી આમંત્રિત કર્યા કે, તેઓ પોતાની સુવિધાથી ભારત પધારે.

UM/J.Khunt/GP